________________
હેમ નવરસો જોડિયો હો, અધિકો ઓછો કહ્યો હવે કયિ ! વલિ વિરુદ્ધ વચન આયો હવે હો, મિચ્છામી દુક્કડમ મયિ હેમ તણા ગુણ ઓલખી હો, ગાવે તેમ વિલાસ / ભણે ગુણે સુણે સાંભલે હો, તે પામે વિશ્વાસ છે. સંવત ઓગણીસે પાંચે સમે હો, સાવણ વદિ અગ્યારસ બુધવાર હેમ વિલાસ જોયો ભલો હો, ઉદિયાપુર શહર મઝાર | નવમી ઢાલ વિષે કહ્યો હો, હેમ પંડિત મરણ સારા જયજશ આંનદ ગુણ નીલો હો, સુખ સંપતિ દાતાર ||
(ગા. ૧૧૫ થી ૧૧૯) નવરસોનો અર્થ અભિનવ-નૂતન-નવીન એવું પ્રેરણાદાયી સાધુ ચરિત્ર એમ અર્થઘટન કરવામાં આવ્યું છે. ચતુર્વિધ સંઘને માટે સાધુ ભગવંત દેવ અને ધર્મનું સ્વરૂપ સમજાવીને લોકોને સન્માર્ગ તરફ દોરવાનું પુણ્ય કાર્ય કરે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિના જીવનનો રસ છે. તેમાંય સાધુ ભગવંતનું જીવન ત્યાગ – વૈરાગ્ય અને શાસન પ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવશાળી ગણાય છે એટલે “હેમ નવરસો'ની રચના આ દૃષ્ટિથી રસિક કૃતિ ગણાય છે.
હેમકુમારના જીવનના વિવિધ પ્રસંગોની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે.
સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભાગ-૬ (પા. ૩૨૦)
કવિ તિમલજીએ સ્તવન ચોવીશી, ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર - એમ ત્રણ આગમના વિચારોની ઢાળબદ્ધ રચના કરી છે. પ્રશ્નોત્તર તત્વબોધમાં પ્રશ્નોત્તર શૈલી દ્વારા તાત્વિક વિચારોની સ્પષ્ટતા કરી છે. શ્રાવકા રાધના, સાધુ ચરિત સ્વરૂપે ભિક્ષુ જસરસાયન, દીપજય, જય જસ વગેરે કૃતિઓ પ્રગટ થઈ છે. હેમ નવરસો
૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org