________________
કુન્દકુન્દ્રાચાર્ય રચિત સમયસાર ગ્રંથમાં નવરસનું ધાર્મિક દષ્ટિએ અર્થઘટન નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
નાટક એટલે પર્યાયોમાં ફેરફાર થવાની ક્રિયા દર્શાવતી રચના. જીવાત્મા શુભાશુભ કર્મોના ઉદયથી સંસારનાં રંગમંચ પર ભવભ્રમણ કરે છે. વિનય વિજયજીના મહાવીર સ્વામીના સ્તવનમાં આ નાટકનો સંદર્ભ એક પંક્તિમાં નિહાળી શકાય છે. “ભવમંડપમાં રે નાટક નાચીયો અહીં મંડપ શબ્દ રંગમંચ (સ્ટેજ)ના અર્થમાં સમજવાનો છે.
સંસારના મંચ પર આત્મા જ્ઞાનાદિથી૧. જે ભ્રમણ કરે છે તે ગુણોએ શૃંગારરસ.
૨. આત્મા કર્મોની નિર્જરા કરે છે તે બધી જ પ્રવૃત્તિમાં “વીર રસ છે. ધર્મ પુરુષાર્થથી મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ-સાધના એ ખરેખર સાચો વીર રસ છે.
૩. ઉપશમ રસ-ભાવની જે પ્રીતિ તે કરૂણરસ છે. કરૂણાનો ભાવ-દયાભાવ જો ઉપશમ રસમાં થાય તો તે કરૂણ રસ કહેવાય છે. આત્માને માટે ઉપશમ ભાવ એજ ઉપકારક છે.
૪. જ્ઞાન, ધ્યાન અને ભક્તિથી જે અનુભવની અપૂર્વ આનંદમય લહરીઓ પ્રગટે છે તે હાસ્ય રસ છે. સમણિશીલ સાધનાથી આત્માને આવી અનુભૂતિ થાય છે. ધર્મ દ્વારા સ્વાનુભવ રસિકતાનો અપૂર્વ આનંદ એ સાચો હાસ્યરસ છે.
૫. આઠ કર્મના બંધનું સ્વરૂપ નિહાળી-વિચારીને જે ભાવ ઉત્પન્ન થાય છે તે રૌદ્રરસ છે. રૌદ્રરસમાં ભયાનકતાનો ભાવ છે. કર્મબંધની સ્થિતિના વિચારથી આ રસની અનુભૂતિ થાય છે. એટલે રસની દૃષ્ટિએ આ પ્રક્રિયામાં રૌદ્રરસ છે.
જૈન સાહિત્યમાં રસ નિરૂપણ
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org