________________
ઈચ્છા પ્રમાણે દીક્ષા અંગીકાર કરે છે. તેમ ભિક્ષુએ દીક્ષા લીધા પછી પ્રથમ ચાતુર્માસ ખેરવામાં કર્યું. ચાતુર્માસમાં અનુમોદનીય આરાધના થઈ. હેમ ભિક્ષુનો મધુર કંઠ - વાણીથી લોકો પ્રભાવિત થયા અને ધર્મમાં જોડાયા. હેમ ઋષિ સંઘાડાના વડીલ બને છે. પોતાની વાણી અને આચારથી લોકોને પ્રતિબોધ કરે છે. એમની પ્રેરણાથી દીક્ષા સ્વીકારનારા પણ ધર્મની આરાધનામાં જોડાયા છે. - કૃષ્ણગઢમાં ચાતુર્માસ દરમિયાન સંઘમાં આરાધના સારી થઈ. અહીં કોઈ દિવસ પૌષધ થયા ન હતા. હેમભિક્ષુની પ્રેરણાથી સંવત્સરી, દીપાવલી તથા પર્વના દિવસોમાં પૌષધની આરાધના કરાવી હતી. પૂ.શ્રીએ આરાધનાથી સમૃદ્ધ એવાં વિવિધ સ્થળે ૧૬ ચોમાસાં કર્યા હતાં.
- ઈન્દ્રગઢના ચાતુર્માસમાં રામજીને અઠ્ઠમ ભક્ત તપશ્ચર્યા કરાવી. તેઓ આરાધના કરીને શુભભાવના ભાવતા પરલોક સીધાયા. ત્યાર પછી પાલીમાં ચોમાસા દરમિયાન અમીચંદજીની દીક્ષા થઈ. પૂ. અમીચંદજીએ જાવજીવ ખાંડનો ત્યાગ કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. એમને આ તપના દ્વારા કર્મોનો ક્ષય કર્યો હતો.
હેમ ભિક્ષુ દેવગઢમાં આવ્યા હતા ત્યારે ગાયને ગળામાં ગાંઠ થઈ હતી. પૂ.શ્રીએ કરૂણાથી આ ગાયને કાંબળીમાં ઘાલીને ગાયને લાવ્યા હતા. મગનીરામ વૈદ્યને દિલ્હીથી બોલાવ્યા હતા અને ગાયને સાજી કરવામાં આવી હતી.
હેમસુંદર સ્વયં ફુરણાથી કહે છે કે હવે રાયચંદજીને પાટ સોપો. પછી એમને આચાર્ય પદવી આપવામાં આવી.
પૂ.શ્રીએ લાડનૂમાં ચોમાસું કર્યા બાદ પોતાના વતન શિયારી પધાર્યા હતા. નેત્રારીમાં હિન્દુસ્તંભનું નિર્માણ થયું. આ પ્રસંગનું આકર્ષક વર્ણન હેમ ચોઢાળિયામાં મળે છે. હેમ નવરસો
- ૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org