________________
હેમ નવરસો (પરિચય) જૈન સાહિત્યમાં ચરિત્રાત્મક કૃતિઓ ગદ્ય-પદ્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
હેમ નવસરો પ્રથમ દૃષ્ટિએ સાહિત્યના નવરસની કૃતિ હોય એમ અર્થ થાય પણ આ કૃતિમાં જીવનચરિત્ર - જીવનરસનું ભાવવાહી નિરૂપણ થયું છે. શ્રી હેમઋષિના જીવનનો એટલે સાધુ ચરિત્ર મહાત્માનો પરિચય થાય છે. નવઢાળમાં હેમઋષિના જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ થયું છે.
એટલે નવ (ઢાળ-૯)રસો (રસિક) નામકરણ થયું હોય એમ અર્થઘટન કરવામાં આવે છે. વ્યક્તિને વ્યક્તિના જીવનમાં રસ છે. આ “જીવનરસની અનુભૂતિ એટલે હેમ નવરસો. આ રચના ચરિત્રાત્મક છે. તેમાં જન્મથી સ્વર્ગારોહણ (સંથારો) સુધીના પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્થાનકવાસી મતવાળા આ ઋષિનું જીવન એક મહાત્મા તરીકે પ્રેરણાદાયી છે.
જૈન વિશ્વભારતી (યુનિવર્સિટી) લાડનૂ (રાજસ્થાન)ના સૌજન્યથી હેમ નવરસોની ઝેરોક્ષ-નકલ પ્રાપ્ત થઈ હતી તે ઉપરથી આ નોંધ તૈયાર કરવામાં આવી છે.
મૂળ હસ્તપ્રતનું સંશોધન-સંપાદન કાર્ય મહાલચંદ બધેઇએ વીર નિર્વાણ સંવત ૨૪૫૭માં કર્યું હતું.
હેમ નવરસો જડિયો હો, અધિકો ઓછો કહ્યો હવે કયિ ! વલિ વિરુદ્ધ વચન આયો હવે હો, મિચ્છામી દુક્કડમ મયિ || હેમ તણા ગુણ ઓલખી હો, ગાવે તેમ વિલાસ / ભણે ગુણે સુણે સાંભલે હો, તે પામે વિશ્વાસ છે
૧૨૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org