________________
કવિએ રહનેમિના ભોગ-સુખની માગસ્ત્રીનો પ્રસંગ ટૂંકમાં જણાવ્યો છે. અહીં શૃંગાર રસની અનુભૂતિ થાય છે.
પ્રગટ થઈ નર બોલ્યા યલિ, ભાભી દુ:ખ ન ધરસ્યો રતિ. નેમ ગયો તો મુજને વરો, કામ ભોગ મુજ સાથે કરો. ૧૦ના અંગવિભૂષણ સવિ આદરો, નગર અમારે પાછા ફરો. તુમ કારણ હું મુંડું જોગ, જો તું મુજશું વિલયે ભોગ. ૧૧
રહનેમિના ભોગ-સુખની માગણીનો પ્રતિકાર કરતાં રાજુલનાં ઉપદેશ રહનેમિને સંયમમાં સ્થિર કરે છે. કવિના શબ્દો છે –
રાજુલ કહે સુણ મૂઢ મત આણ, પશ્ચિમ દિશિ જો ઉગે ભાણ, ચંદ્ર થકી વરસે અંધારું, તો યે ન વાંછું તુજ ભરથાર. પર્વત પાણી પાછાં ચઢે, કાયર શૂરા ઉદ્યમ ...... પાપ કરીને પાપે લીલ, તો યે ન ખંડું મારું શીલ. વમી વસ્તુને શું આદરે, વિષય કાજે કાં દુર્ગતિ ફરે. ૧૫ | રહનેમિ મન ઝાંખો થયો, હે હે વચન કિયાં મેં કહ્યાં. ઉતમ કુળની ન રહી રાજ ધિર્ ધિર્ તુરે વિરૂચા કાજ. ૧૬ll
કવિએ રાજિમતીના મોક્ષના પ્રસંગની માહિતી આપતાં જણાવ્યું છે કે –
રાજિમતી તિહાં બહુ તપ તપે, અરિહંતનામ હૃદયમાં જપે. ને તારી ઘરની નાર, રાજુલ મૂકી મુગતિ મોજાર. ૧૮
ઢાળબદ્ધ કાવ્ય રચનાઓમાં અંતે “કળશ” દ્વારા રચના સમય, ગુરુ પરંપરા અને કવિના નામનો ઉલ્લેખ થાય છે.
સંવત સોલ શત સાડે, સંઘ સહુ સાંભળો રે. પોસ માસ સુદ બીજ શુક્લ, થંભ નગર માંહે જિન થપ્પો રે.
૧૧૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org