________________
છપ્પન કોટિ જાદવ મળ્યા, મન. ચાલી જિનવર જાન. લાલ ઢોલ દદામા ગડગડે,મન. પંચ શબ્દ તિહાંસાર. લાલ
કવિએ ચિત્રાત્મક શૈલીમાં નેમકુમારના લગ્નની માહિતી આપી છે.
ચોથી ઢાળમાં શૃંગારરસ પછી કરૂણરસની અનુભૂતિ થાય છે. નિર્દોષ પશુઓના પોકાર સાંભળીને નેમકુમાર કરૂણાસભર બની લગ્નને માંડવેથી ગઢ ગિરનાર પહોંચી જાય છે. કવિના શબ્દો છે.
જો પરણું તો પશુ હણાય, મુજ અનુકંપાનાઠી જાય. ભોગ ભોગવી કુણ દુઃખીયા થાય, નેમરથ ફેરી જાય.
રાજિમતીના વિલાપનું વર્ણન કરૂણરસથી સમૃદ્ધ બન્યું છે. કવિ જણાવે છે કે –
રાજિમતીનો પુંઠે જાય, નેમ વિના દુઃખ સઘલો થાય. કહેકંથ મુજ અવગુણી, નીર વિના કિમ રહે પોયણી / ૧ / અષ્ટ ભવંતર આગે નેહ, તો કિમ આપે હમણાં છે. સ્વામી કઠિન હૃદય મમ કરો, પરણવાને પાછા વળો. / ૨ // રાજિમતી કર્મવાદના સંદર્ભમાં વિલાપ કરતાં જણાવે છે કે – કે મેં જળમાં નાખ્યા જળ, કે મેં માય વિછોડી બાળ, કે મેં સતીને ચઢાવ્યાં આળ, કે મેં ભાખી વિરઈ ગાલ. ll૪ો.
કવિએ કરૂણરસ પછી રાજિમતીના હૃદયપરિવર્તનનો પ્રસંગ શાંતરસમાં દર્શાવ્યો છે. રાજિમતી નેમનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને આત્માનું કલ્યાણ કરે છે.
રાજેમતી વૈરાગીણી થઈ, હારદોર તિહાં છોડે સહી.
કંકણ, ચુડી અળગી ઠવી, લઈ સંયમને હુઈ સાધવી | ૭ શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org