________________
નીચે પ્રમાણે છે. સરસ્વતી વંદનાથી આરંભી અને વસ્તુ નિર્દેશની પંક્તિઓ જોઈએ તો -
સરસતી સામિણી પાય નમુંજી, ગાયશું નેમિ નિણંદ. સમુદ્ર વિજય કુળ ઉપનોજી, પ્રગટયો પૂનમચંદ.”
બાલ્યાવસ્થામાં નેમિકુમારે સુદર્શન ચક્ર ચલાવ્યું અને શંખ ફૂંક્યો ત્યાંથી કૃતિનો આરંભ થયો છે. આ પ્રસંગનું નિરૂપણ અદ્ભુત રસના ઉદાહરણ રૂપ છે. અનંત શક્તિનો બાલ્યાવસ્થામાં સુદર્શન ચક્ર ચલાવવામાં - શંખ ફૂંકવામાં પરિચય થાય છે. બીજી ઢાળમાં નેમકુમારને પરણાવવા માટે ગોપીઓ પ્રલોભન આપે છે તેનું વર્ણન મહત્ત્વનું છે. આ પ્રસંગમાં શૃંગારરસ કેન્દ્ર સ્થાને છે. મોહનીય કર્મના ઉદયથી વિવાહના પ્રસંગનું નિમિત્ત પ્રાપ્ત થયું હતું. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો
નેમ તણો ઈમ ઝાલીહાથ, હાસ્ય, વિનોદ કરતી નેમ સાથ. સોવન સિંગી નીરે ભરિ. છાંટે નેમકુમારને ફીરી ૨ | એક મુખ નેમકુમારનું છુએ, વદન એક ચીર લઈ લુછે. દેવર મારા સુંદર સાર, પરણો નારી નેમકુમાર || ૩ |
નેમકુમારના વિવાહના પ્રલોભનનું નિરૂપણ અન્ય કૃતિઓમાં પણ પરંપરાગત રીતે જોવા મળે છે.
ગોપીઓની શૃંગાર લીલાના પ્રત્યુત્તર રૂપે નેમકુમારનાં ઉપદેશવચન નોંધપાત્ર છે.
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org