________________
અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે ... ચેતન.
પરમાત્મા સમાન અન્ય કોઈ ગુરુ નથી. ગુરુનું સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે –
નિત્ય નિરંજન જ્ઞાન પ્રકાશી, લોકાલોક ગેય સવ ભાસી. ભાસી અનંતા હોય ગુણ, અર આપ રહે નિજ ગેય મેં નિજ બુદ્ધિયા સૂ લઈ હમારી ચરણો કે એવમેં ષટદ્રવ્ય અર નવતત્વ કે જ્ઞાયક રહૈ ઈસ ભાવદા...
લાયક ભાવથી રાગાદિક ભાવ રહેતા નથી. તત્ત્વનો યથાર્થ વિચાર કરતાં આત્મા અનેકાંત વાણી સમજે છે. શાસ્ત્રમાં ચાર અનુયોગ દ્વાર છે તે જિનમતાનુસાર છે. તેમાંથી શાસ્ત્રનાં વચન ગ્રહણ કરવાં જોઈએ. સાચા ગુરુ તે છે કે જે સ્યાદ્વાદથી વચન ગ્રહણ કરે છે. (માને છે.)
સ્યાદ્વાદનો મહિમા દર્શાવતાં કવિ કહે છે કે – સ્યાદવચન હૈ મિત્ર હમારા મેટત હૈ ભવદુઃખકા પંજર સંયમ સૂ મેરી પ્રાતિ બઢાઈ તવ મારગકા રાહ લગાવે.
સંયમ સ્વીકારી તપનો માર્ગ અનુસરવાથી આતમ ધ્યાનમાં રહેતો ક્ષપકશ્રેણિએ ચઢી જવાય. પછી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં લીન થતાં ઘાતી કર્મનો ક્ષય થાય. કવિ કહે છે કે “લહૈ શમસુ ધામકુ” ઘાતી કર્મનો ક્ષય થાય પછી આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. શમ એવો આતમ શમ અને ધામ એટલે મોક્ષધામ એમ સમજવાનું છે. આ જખડીનો તત્ત્વજ્ઞાનમાં વિશેષ પ્રભાવ છે. કવિની પરમોચ્ચ આત્મ ભાવના અધ્યાત્મવાદ અને સ્યાદ્વાદની વિચારસરણીની દ્યોતક રચના છે. ૧. પંજરા = પાંજરું
૨૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org