________________
અષ્ટ મંગલ
અષ્ટ મંગલ એ જીવનમાં મંગલકારક ચિહ્નો છે. તેને માટે પ્રતીક શબ્દ પ્રયોગ થાય છે.
પ્રતીક – એટલે symbol, Idol, sign આ પ્રતીકો આધ્યાત્મિક છે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યા પછી ભગવાન કેવળજ્ઞાનથી ત્રણ જગતના ભાવને જાણે છે સંઘની સ્થાપના કરીને બારપર્ષદા સમક્ષ દેશના આપી ભવ્યજીવોનો ઉદ્ધાર કરે છે. એવા તીર્થકર ભગવાનની આગળ અહોભાવપૂર્વક દેવો આ અષ્ટમંગલ - આઠ પ્રતીક લઈને આગળ આવે છે.
પ્રતીક વિવિધ જાતનાં હોય છે. ધાર્મિક પ્રતીક ૐ એ પંચ પરમેષ્ઠિનું સૂચન કરે છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે. વસંત જીવનના ઉલ્લાસનું પ્રતીક છે. જાહેર રસ્તા પર જતા આવતા વાહનો માટે લાલરંગ અને લીલા રંગનું ચિહ્ન અનુક્રમે વાહન થોભો અને વાહન લઈને આગળ વધોનો સંદર્ભ દર્શાવે છે. કાળાવસ્ત્ર શોકનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજ દેશનું પ્રતીક છે. સાહિત્યમાં પણ પ્રતીકોનો પ્રયોગ નવીનતા નિહાળી શકાય છે. અષ્ટમંગલનું સ્થાન આ પ્રકારના પ્રતીકો તરીકે છે પણ વિશેષ રીતે તો દેવાધિદેવ તીર્થકર ભગવાનના અપૂર્વ વૈભવના દર્શનની સાથે ભક્તોની ભક્તિનું પણ સૂચક છે. આ
૩૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org