________________
“મારા નાથની વધાઈ બાજે છે. ઈંદ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયન ચોક પુરાવે છે.” અહીં પ્રભુ ભક્તિના સંદર્ભનો ઉલ્લેખ થયો છે.
મૃત્યુલોકના માનવીઓ તો ભક્તિ કરે પણ સ્વર્ગમાં રહેતી ઈંદ્રાણી પણ પ્રભુ ભક્તિમાં લીન બનીને મોતીના ચોક પુરાવી મંગલ ગીત ગાય છે, એટલે ચોકમાં પ્રભુ ગુણ ગાવાનો સંદર્ભ મહત્ત્વનો ગણાય છે.
ચોક વિશેની ઉપરોક્ત માહિતીની ભૂમિકા પછી “ચોક પ્રકારની રચનાઓનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે.
૧. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કવિ અમૃતવિજયજીએ નેમનાથ અને રાજુમતીના ચોવીશ ચોકની રચના કરી છે. તેમાં મુખ્યત્વે નેમનાથ ભગવાનનો ચરિત્રાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. પ્રભુના ચરિત્રને ર૪ ભાગમાં વિભાજિત કર્યું છે અને ચોવીશ ચોક નામ આપ્યું છે. ૨૪મા ચોકની માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. તે ઉપરથી રચના સમય અને પ્રભુ અવિચળ પદ પામ્યા તેનો ઉલ્લેખ થયો છે.
પ્રભુ હિતકારી સંજમ આપી, થાપી શીવપદ નારી, જાઉં બલિહારી. સિદ્ધ નવમે ભવ જિન રાજે પહિલાં તારી તોડી જોડી.
સહસાવન સગલી. શિવ પહોતા, કરમ ભસ્મ તોડી નેમ-રાજુલ અવિચળ થઈ જોડી | ૧ || મિલી ગોપી સંવાદ સુણાયો છે, શ્રી નેમ વિવાહ મનાયો છે.
૭૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org