________________
૪ કડી ઝૂલની, છેલ્લી કડી વાળવાની ટેક રૂપે હોય છે. ચોક એટલે ભક્તિમાર્ગની પ્રભુ ગુણ ગાવાની સ્તવન શૈલીની રચના. ચોક એટલે ઘરના પ્રવેશદ્વાર પહેલાંની ખુલ્લી જગા અથવા મકાન સાથે જોડાયેલી ખુલ્લી જગા કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ જનસમૂહ ભેગા થઈને ઉત્સવની આનંદપૂર્વક મઝા માણે છે. ચોકમાં લગ્ન કે દીક્ષાના પ્રસંગે ગીત ગાવાનો અનેરો અવસર યોજાય છે.
મધ્યકાલીન કાવ્ય રચનાઓમાં “ચોક'નો શબ્દ પ્રયોગ થયો છે. કવિ ઉદયવંતના ગૌતમ સ્વામીના રાસમાં નીચે પ્રમાણેની માહિતી મળે છે.
કુમકુમચંદન છડો દેવરાવો માણેક મોતીના ચોક પુરાવો.
અહીં ચોકનો અર્થ શોભા-શણગારના અર્થમાં છે. જિન મંદિરમાં પણ ચોક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રતિષ્ઠા-પર્યુષણ અને અન્ય ધાર્મિક તહેવારોમાં ચોકમાં ભક્તો ભેગા થઈને પ્રભુ ભક્તિ કરે છે. કવિ સમયસુંદરના સીમંધર સ્વામીના સ્તવનમાં ચોકનો સંદર્ભ છે.
ઈંદ્રાણી કાઢે ગહુલીજી, મોતીના ચોક પુરેશ.”
અહીં ભગવાનની દેશના પ્રસંગે શણગારનો અર્થ પ્રાપ્ત થાય છે. ગહુલી કાઢીને મોતીથી ચોકની જગા શણગારવામાં આવે છે એટલે ભગવાનનું ઉત્તમ દ્રવ્યથી સન્માન થાય છે એમ સમજવાનું છે. આવા સૌંદર્યમય ચોકમાં પ્રભુની દેશનાનું શ્રવણ કરીને ભવ્યાત્માઓ વિરતિ ધર્મનો સ્વીકાર કરે છે. ચોકમાં વિવિધ રીતે પ્રસંગોચિત શણગાર કરવાની પ્રણાલિકા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં નિહાળી શકાય છે. વિવિધ પૂજા સંગ્રહમાં ભાવનાના લઘુગીતમાં ચોકનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
નેમજીનો ચોક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org