________________
પ્રથમ સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રને રાજદરબારમાં જતો રોકવા માટે કોશ્યા પ્રયત્ન કરે છે તેનો ઉલ્લેખ થયો છે. કોશ્યાના શબ્દો છે.
પ્રાણજીવન પાછું વાલો, શ્રીનંદરાયનું તેડું.” બીજા સ્વાધ્યાયમાં કોશાના વિરહની ભાવવાહી અભિવ્યક્તિ થઈ છે. પ્રકૃતિનો ઉલ્લેખ કરીને વિરહવેદનાને વધુ રોચક અને અસરકારક બનાવી છે. અહીં કરૂણા રસની સ્થિતિને સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિના શબ્દો છે.
ઝરમર ઝરમર મેહુલો વરસિ ખલબલ વોકલા વાજિ. બાપીપડો પીઉ પીઉપોકાર, તિમિ તિમિ દિલડું દાઝીરે. વૈરીની પરિ એ વરસલો મૂનિ આવી લાગો આડો રે તનમન 'તિલપાપડ થયું મિલવા કોઈ પીઉં દેખાડો રે. આવ્યો આષાઢો માસ, નાવ્યો ધુતારો રે. મુહિ ઝૂર્યો વિરહભુજંગ કોઈ ઉતારો રે.
કોશ્યાની આવી સ્થિતિ હતી ત્યારે સ્થૂલિભદ્ર મુનિવેશે ચોમાસું કરવા માટે પધારેલ છે અને કોશ્યા રંગમાં આવી જાય છે.
ઉદયરત્ન કહે કોશ્યા રંગઈ મોતીડે વધાવ્યા રે.”
સ્થૂલિભદ્રના આગમનથી હર્ષ પામીને કોશ્યા વિચારે છે કે હવે મારા મનના મનોરથ પૂર્ણ થશે. તે વિશેના વિચારો ત્રીજા સ્વાધ્યાયમાં પ્રગટ થાય છે. કવિના શબ્દો છે.
“આજ માહરિ આંગણિ આંબો મોર્યો મુનિ પૂરવજ પ્રીત તૂઠોરે.”
ચોથો સ્વાધ્યાય સંવાદના નમૂનારૂપ છે. કોશા ધૂલિભદ્રને મુનિવેશનો ત્યાગ કરી સંસારનાં સુખ ભોગવવા વિનંતી કરે છે પણ સ્થૂલિભદ્ર પોતાના સંયમ જીવનના વ્રતથી ચલિત થતા નથી તેનો ઉલ્લેખ થયો છે.
કવિએ પ્રાસાદિક પંક્તિઓમાં કોશાના અંતરની અભિલાષા પ્રગટ કરવામાં ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ કર્યો છે. ૧. બાપીપડો = બપૈયો પક્ષી ૨. તિલપાપડ = ઉતાવળું
જ્ઞાનતીર્થની યાત્રા
૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org