________________
પછી કવિના શબ્દો છે - એહવો ઉલંભો કાને સુણીને, મુનિવર મન ન ડગયો રે.
આઠમા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રએ સંયમનારી સાથે લગ્ન કર્યા છે તેનો ઉલ્લેખ થયો છે. સંયમ-દીક્ષા સ્વીકારવા માટે સંયમવધુ શબ્દ પ્રયોગ પણ અન્ય કૃતિઓમાં થયો છે. કવિના શબ્દો છે –
“મેં પરણી સંયમનારી રે, તુઝને વિસારી રે.”
કાવ્યને અંતે ઢાળ રચનામાં નવરસોની કથાનું કથન શૈલીમાં સમાપન થયું છે. કોશ્યા પ્રતિબોધ પામી. ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુ મુખથી દુષ્કર, દુષ્કર જેવા શબ્દો સાંભળીને આદરપાત્ર થયા. કવિ જણાવે છે કે –
પામી તે પ્રતિબોધ સુધુ સુધુ વ્રત ચોથું. સમઝીને મૂલ વ્રતબાર કોશ્યા કોશ્યા મુનિવર વચને દરેઈ રે
નવરસો કાવ્યમાં કવિએ સ્થૂલિભદ્રના જીવનનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાં યૂલિભદ્ર અને કોશાનો સંવાદ મહત્ત્વનો છે. વળી તેમાં શૃંગાર, કરૂણ અને શાંત રસની સૃષ્ટિ આકર્ષક બની છે. કવિની મધુર પદાવલીઓ, કલ્પના અને દષ્ટાંતોથી કવિ પ્રતિભાની સાથે ઉત્તમ કાવ્યકૃતિ તરીકે સ્થાન પ્રાપ્ત થાય તેવી ક્ષમતા ધરાવે છે. વર્ષાઋતુના સંદર્ભમાં કોશ્યાના વિરહની અભિવ્યક્તિ. કોશ્યાનું નૃત્ય-ગાયન અને હાવભાવના નિરૂપણથી કાવ્યમાં ચિત્રાત્મકતાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. સમગ્ર રીતે જોતાં કૃતિ રસિક અને આસ્વાદ્ય બની છે. કથા પ્રચલિત છે પણ તેનું નિરૂપણ નવરસો નામને ચરિતાર્થ કરે છે.
૧. દરેઈ = આદરે છે.
યૂલિભદ્ર નવરસો
૯૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org