________________
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
અઢારમી સદીના ચોથા તબક્કામાં થયેલા ખરતરગચ્છની ક્ષેમશાખાની પરંપરામાં પૂ. દયાસિંહના શિષ્ય રામવિજય - અપરનામ રૂપચંદની શ્રી નેમિનાથજીના નવરસોની રચના નવ ઢાળમાં પ્રાસાદિક શૈલીમાં પ્રાપ્ત થાય છે.
કવિએ કાવ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ કરવા માટે “ગરબાની દેશીનો પ્રયોગ કરીને તેમનાથના જીવનના પ્રસંગોનું રસિક નિરૂપણ
કર્યું છે.
પ્રથમ ઢાળમાં નેમનાથની શૂરવીરતાનો ઉલ્લેખ થયો છે. શંખ અને સુદર્શન ચક્ર ચલાવવાનો સંદર્ભ દર્શાવ્યો છે.
બીજી ઢાળમાં કૃષ્ણ અને ગોપીઓ નેમકુમારને પરણાવવા માટેનો પ્રસ્તાવ મુકે છે અને બાલ્યાવસ્થાની વીરતાની પ્રશંસા કરે છે.
કવિએ ગોપીઓનો નામોલ્લેખ કરીને જેમકુમારને પરણવા માટે પ્રલોભન આપે છે તેનો ત્રીજી ઢાળમાં સંદર્ભ આપ્યો છે. કવિના શબ્દો છે – રાધાજીને રૂકમણી મોરા ગિરધારી
સત્યભામા જાંબુવતી નાર,
૯૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org