________________
“ફાગનો અર્થ વસંતમાં ગવાતું ગીત.
ફાગણ અને વસંતનો ઉલ્લાસ હોળીના પર્વની ઉજવણીમાં ચરમસીમાએ પહોંચે છે. જૈન સાહિત્યમાં નેમનાથના ચરિત્ર દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક આનંદની અનેરી અનુભૂતિ થાય તેવી રસિક રચનાને નવરસો નામ આપીને રસિકતા-રોમેન્ટિક ભાવનો અનુભવ થાય છે. વસંતમાં ફાગના ગાન સાથે યૌવનનો અવનવો રંગ પણ એકરૂપ બને છે. આ રચના ત્રણ ખંડમાં વિભાજિત થઈ છે. ખંડનું વસ્તુ સંસ્કૃત કાવ્ય, રાસક આંદોલ અને ફાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડમાં નેમનાથની બાલ્યાવસ્થા, બીજા ખંડમાં દ્વારિકાનગર અને તેમનાથના વિવાહ પ્રસંગ, ત્રીજા ખંડમાં વિવાહ વર્ણન, જાન રાજુલનો ત્યાગ, ગિરનારમાં દીક્ષા સ્વીકારી મુક્તિ પહોંચ્યા વગેરે પ્રસંગોનું વર્ણન છે.
જૈન સાહિત્યમાં રસનું આધ્યાત્મિક અર્થઘટન વિચારીએ તો આ કૃતિનો સંદર્ભ નીચે પ્રમાણે છે.
શૃંગાર રસ : જીવ કર્માનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભવભ્રમણનું સંસાર સંબંધી નિરૂપણ એ શૃંગાર રસ છે. જેમકુમારને પરણવા માટેની ગોપીઓ સાથેની જળ કીડા, એમનું મંદ સ્મિત, લગ્નનો પ્રસંગ, જાન લઈને જવું વગેરે શૃંગાર રસના ઉદા. રૂપ છે. પ્રકૃતિ વર્ણન દ્વારા મદનનો ઉદ્દીપન વિભાવ રજૂ કર્યો છે.
પૂરઈ પપદ ઉલટ કૂલિ ત્યાં વનખંડ, ત્રિભુવન મદન મહીપતિ દીપતિ અતિ પ્રચંડ / ર૯ |
કવિએ રોમેન્ટિક શૈલીમાં નેમ વિવાહના પ્રસંગનું નિરૂપણ કરીને જીવનના રંગીન પ્રસંગનો પરિચય કરાવ્યો છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org