________________
કવિની અવનવી કલ્પનાઓ, પ્રવાહી શૈલીમાં રસિક નિરૂપણ, વીરકરૂણ, શાંત, શૃંગાર, ક્ષણિક બીભત્સ રસ વગેરેના સંદર્ભથી કવિ પ્રતિભાની સાથે નવરસ કાવ્યના શીર્ષકને ચરિતાર્થ કરે છે. તેમનાથ વિશે વિવિધ પ્રકારનાં કાવ્યો રચાયાં છે તેમાં શ્રોતાઓના કાન-હૃદય અને મનને સ્પર્શી અપૂર્વ ભાવભક્તિની અનુભૂતિ કરાવતી નવરસોની રચના અનુપમ કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. ગરબાની દેશીનો પ્રયોગ અને પ્રત્યેક કડીમાં અત્યાનુપ્રાસની યોજનાથી કાવ્યગત ગેયતાથી સમગ્રની રસિકતામાં વૃદ્ધિ થવાની સાથે કાવ્યાનંદની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ બને છે. નેમિનાથ નવરસો (રંગસાગર-ફાગ)
કાવ્યરચનામાં છંદ, રસ અને અલંકારનાં લક્ષણો મહત્ત્વનાં ગણાય છે. તેમાં રસનિરૂપણ કાવ્યમાં અંગભૂત લક્ષણ છે. સાહિત્યની સૃષ્ટિ નવરસની છે. જૈન સાહિત્યમાં રસનિરૂપણનું આધ્યાત્મિક અર્થઘટન કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારોનો અભ્યાસ કરતાં નવરસ-રસો નામથી નોમનાથ અને સ્થૂલિભદ્ર વિશેની કેટલીક રચનાઓ પ્રાપ્ત થાય છે. આ વિષયની કૃતિમાં નવરસો-રસ શબ્દપ્રયોગ નોંધપાત્ર બન્યો છે. તેનો એક અર્થ નવરસ (Nine) હાસ્ય-વીર-કરૂણ આદિ રસ પ્રયોંગવાળી રચના રસિક કાવ્ય રચના રસના પ્રયોગથી ભાવવાહી અને આકર્ષક રચના સમજાય છે.
આ લેખમાં નેમનાથ ભગવાનના ચરિત્રના સંદર્ભમાં રચાયેલી નવરસો કૃતિની માહિતી આપવામાં આવી છે.
કવિ રત્નમંડન ગણિકત નેમિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ) સં. ૧૫૪૯ની હસ્તપ્રત પ્રાપ્ત થાય છે. જૈન ગૂર્જર કવિઓ ભા.-૧માં મો. દ. દેસાઈએ આ કૃતિનો સંક્ષિપ્ત પરિચય અગરચંદજી નાહટાના ભંડારની હસ્તપ્રતને આધારે આપવામાં આવ્યો છે.
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org