________________
છઠ્ઠી ઢાળમાં સખીઓ નેમનાથના કાળા શ્યામ રંગનો ઉલ્લેખ કરે છે ત્યારે રાજુલ જવાબ આપતાં કહે છે કે – અંજન, કસ્તુરી, આંખની કીકી, કૃષ્ણાગરૂ, કેશ વગેરે કાળા જ શોભા આપે છે.
છઠ્ઠી ઢાળમાં સખીઓના શ્યામવર્ણવાળા નેમકુમારના ઉલ્લેખથી કરૂણા અને વિષાદનું બીજ રોપાયું છે. ત્યાર પછી સાતમી ઢાળમાં પશુઓના પોકારથી કરૂણાદ્રિ બનેલ નેમકુમાર રાજુલનો ત્યાગ કરીને ગઢગિરનાર જાય છે તે પ્રસંગનું કરૂણરસમાં નિરૂપણ થયું છે.
પશુઅ પોકાર સુણી કરી શુદ્ધ લીધીજી. વિચારે શ્રી વીતરાગ તેણેદયા કીધીજી, જો પરણું તો પશુ મરે તેણે શુધ કીધીજી. મૂકી અનુકંપા જાળ તેણે દયા કીધીજી. / ૧ / રાજિમતી ધરણી ઢળ્યાં મોરા વ્હાલાજી. અવગુણ વિના દીનાનાથ હાથ ન ઝાલ્યોજી. આંગણ આવી પાછા વળ્યા મોરા વ્હાલાજી. ક્ષત્રિય કુળમાં લગાવી લાજ હાથ ન ઝાલ્યોજી | ૨ | નવમેં ભવે તમે નેમજી, મોરા વ્હાલાજી. મુજને કાં મેલી જાઓ હાથ ન ઝાલ્યોજી. મારી આશા અંબર જેવડી મારા વ્હાલાજી. તમે કેમ ઉપાડી કંથ હાથ ન ઝાલ્યોજી // ૩ /
અન્ય કવિઓની કલ્પના સમાન પાણીમાં જાળ નાખી, આળચઢાવ્યાં, પંખીઓને પિંજરામાં પૂર્યા, સાધુને સંતાપ આપ્યો, બાળકને માતાથી અળગો કર્યો, અણગળ પાણી ભર્યા, કીડીનાં દરનો નાશ કર્યો, ગુરુને ગાળ દીધી વગેરેના ઉલ્લેખ દ્વારા રાજિમતી નેમજીના વિયોગનો વિચાર કરે છે. કવિએ દષ્ટાંતો દ્વારા રાજિમતીના
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org