________________
શાંતરસ એટલે કોશ્યાના હૃદય પરિવર્તનની સાથે સમતિ પામી શીલવ્રત ધારણ કર્યાનો આદર્શ ચરિતાર્થ થયો છે.
કવિ રાગ અને દેશીઓના સમન્વયથી ગેય ગીત દ્વારા સ્થૂલિભદ્ર અને કોશ્યાના સંબંધનું ભાવવાહી નિરૂપણ માની “નવરસ” નામને સાર્થક કરતી કાવ્યરચના કરી છે. રસનિરૂપણ અંગેની કવિકલ્પના વિશિષ્ટ સિદ્ધિ દર્શાવે છે. નવરસો કાવ્યમાં આ કૃતિ પ્રથમ કક્ષાની છે.
સ્થૂલિભદ્ર રાસ અથવા સંવાદ નવરસો નવરસોની રચનામાં કવિ ઉદયરત્નની કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે. કવિ ઉદયરત્નની આ કૃતિને રાસ-સંવાદ અને નવરસો એમ ત્રણ શીર્ષક આપવામાં આવ્યાં છે. રાસ રમવો-ખેલવો એ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ તરીકે મધ્યકાલીન સમયના જીવનનો એક ભાગ ગણાતો હતો. " વિષયની અભિવ્યક્તિની દૃષ્ટિએ વિચારતાં યૂલિભદ્ર અને કોણ્યા વચ્ચે જે વાર્તાલાપ થાય છે તેને સંવાદના અર્થમાં સમજવાનો છે. રાગ અને ત્યાગના પ્રસંગોની સાથે સંવાદનું તત્ત્વ મહત્ત્વનું બન્યું છે. નવરસો શીર્ષક રસિક અભિવ્યક્તિનો સંદર્ભ દર્શાવે છે. સ્થૂલિભદ્રનો ૧૨ વર્ષનો કોશ્યાને ત્યાં ભોગવિલાસનો સમય શૃંગારરસનું અનુપમ ઉદાહરણ છે. કોશ્યાના જીવનમાં પણ આ શૃંગારરસની અનેરી અનુભૂતિ થાય છે.
સ્થૂલિભદ્ર રાજ ખટપટથી અલિપ્ત થઈને દીક્ષા અંગીકાર કરે છે. પછી કોશ્યાના વિરહની સ્થિતિનું વર્ણન કરૂણરસમાં હૃદયસ્પર્શી અને ભાવવાહી બન્યું છે. ગુરુ આજ્ઞાથી ચાતુર્માસ માટે સ્થૂલિભદ્ર કોશ્યાની ચિત્રશાળામાં રહે છે. કોશ્યા સંસારના ભોગ ભોગવવાની વિનંતી-પ્રલોભન-નાટક-હાવભાવ કરે છે. તેમાં પણ શૃંગારરસની
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org