________________
સ્થૂલિભદ્રમુનિએ કોશાને પણ શ્રાવિકા ધર્મમાં સ્થિર કરીને સન્માર્ગે વાળી હતી.
ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર મુનિને ગુરુએ દુષ્કર, દુષ્કર, દુષ્કર જેવા શબ્દોથી અનુમોદના કરી હતી. સ્થૂલિભદ્ર કામવિજેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આ પ્રસંગોને અનુલક્ષીને કવિઓએ વિવિધ કાવ્યો રચ્યાં છે તેમાં સ્થૂલિભદ્ર નવરસો અત્યંત રશિક અને આસ્વાદ્ય કૃતિ પ્રાપ્ત થાય છે.
સ્થૂલિભદ્ર નવરસ દુહા જૈન સાહિત્યમાં નેમનાથ ભગવાન અને મુનિવર્ય સ્થૂલિભદ્રના જીવનના પ્રસંગોને વસ્તુ તરીકે સ્વીકારીને કવિઓએ રાસ-ફાગુ, સજઝાય, ગીત, વેલ, બારમાસ, એકવીસો, ચરિત્ત, ચોપાઈ, છંદ, ધમાલ, નાટક, મોહનવેલ, સંવાદ, બોલી વગેરે કાવ્ય પ્રકારોની રચના કરી છે તેમાં નવરસો, નવરસ કાવ્ય પ્રકાર રસ અલંકાર અને શૈલીની દૃષ્ટિએ મનોહર અને ચારિત્રાદ્ય કૃતિઓ રચાઈ છે. સ્થૂલિભદ્ર નવરસ દુહા કૃતિની માહિતી નીચે પ્રમાણે છે.
કવિ દીપવિજયજી એ સ્થૂલિભદ્ર નવરસ દુહાની રચના સંવત ૧૮૬૨માં કરી છે. આ કવિનો સમય ૧૮મી સદીનો અંત અને ૧૯મી સદીના પૂર્વાર્ધનો ગણાય છે. પૂ.શ્રી આણંદસૂરગચ્છના પંડિત પ્રેમવિજય-રત્નવિજયના શિષ્યા હતા.
નવરસનો અર્થ અવનવા રસના પ્રયોગથી દુહાની રચના એમ સમજવાનું છે. કવિ ન્યાયસાગરની સ્થૂલિભદ્ર નવરસોની રચનામાં સાહિત્યમાં જે નવરસ કહેવાય છે તેના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. - કવિએ “દુહા'નો પ્રયોગ કરીને ૮ ઢાળમાં કાવ્ય રચના કરી છે. તેમાં ઢાળ ૪ અને ૫ ના દુહા પૂર્વે થયેલા કવિ ઉદયરત્નના ધૂલિભદ્ર
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org