________________
નવરસો કૃતિના દુહાને સ્થાન આપ્યું છે. આ ઢાળને અંતે “ઉદયરત્ના શબ્દ પ્રયોગ થયો છે. એટલે દીપવિજયની રચનામાં ઉદયરત્નના દુહાનો સમાવેશ થયો છે.
નવરસોના મહત્ત્વના પ્રસંગોની માહિતી નીચે પ્રમાણે છે.
પ્રથમ ઢાળમાં શકટાળ મંત્રીનો શ્રીયકના હાથે ઘાત થાય છે તેનું વૃત્તાંત જણાવ્યું છે. સ્થૂલિભદ્ર રાજસભામાં આ વૃત્તાંત સાંભળીને રાજ ખટપટથી દૂર રહેવાનો નિર્ણય કરે છે. સ્થૂલિભદ્ર મંત્રીપદ ન સ્વીકારતાં સંયમ સ્વીકારવાનો માર્ગ અપનાવે છે. માર્ગમાં વિચરતા સ્થૂલિભદ્રને સંભૂતિવિજય મુનિનો પરિચય થયો અને ચારિત્ર અંગીકાર કર્યા પછી ગુરૂઆશાથી કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહેવા માટે ગયા. પ્રશ્નોત્તર સ્વરૂપમાં ઉપરોક્ત માહિતી રજૂ થઈ છે. કાવ્યના આરંભનો દુહો જોઈએ તો. સ્થૂલિભદ્ર કહે સુખ ભૂપતિ, કિમ માર્યો મુજતાત, મુઝ તેડવા કિમ મોકલ્યો, કહો હિવે અવદાત છે ૧ / સ્થૂલિભદ્ર રાજસભાનો ત્યાગ કરી સંયમ સ્વીકારે છે તેની માહિતી શબ્દોમાં જોઈએ તો - રાજ્યસભામાંથી ઊઠીને આવે મંદિર જામ, મારગમાં મુનિવર સંભૂતિવિજય ઈણ નામ / ૧૫ // ત્રિય પરદક્ષિણા દેઈ કરી, આલોચે વિહાર,
સ્થૂલિભદ્ર ગુરૂને વિનવે, ચારિત્ર ઘો સુખકાર // ૧૬ // ગુરૂ વિચારે ચિત્તમાં, હલુઆ કરમી એહ, વલી પ્રાણી પ્રતિ બોધર્યો, એ સ્થૂલિભદ્ર ગુણગેહ ૧૭ સરિયાની અનુમતિ લેઈ, લીધો સંયમ ભાર,
વિહાર કરે તિહાંથી હવે, કોઈક દેશ મોઝાર / ૧૯ છે. ૧. સરિયાની = શ્રીયકની
સ્થૂલિભદ્ર નવરસો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org