________________
કોશ્યાનાં વાણીથી સ્થૂલિભદ્ર વ્રતથી ચલિત થતા નથી. કવિએ ગાંગેય (નપુંસક)ની સાથે સંબંધ દર્શાવીને કહ્યું છે કે –
મૃગાદિક વચન સાંભલી. ના... થૂલિભદ્ર થિર ચિત્ત રહ્યો. ના... શીલ ગાંગેય અવતાર રે. ના...
ગાંગેય નપુંસક હોવાથી વિકારની લાગણી થતી નથી. સ્થૂલિભદ્રને પણ કોશાની વાણી વિકારની અનુભૂતિ થતી નથી.
૨. હાસ્યરસ : કવિએ “કાફી' રાગનો પ્રયોગ કરીને હાસ્યરસનું નિરૂપણ કર્યું છે. પ્રીતમ-સ્વામી વિના અન્ન-જળ પણ ભાવતાં નથી. આ વિચાર પ્રણય જીવનમાં સામાન્ય રીતે પ્રગટ થયેલો જોવા મળે છે.કોશ્યાની સખી આવી વાણી ઉચ્ચારે છે તેને કવિએ હાસ્યાસ્પદ ગણીને હાસ્યરસનું નામ આપ્યું છે.
કવિના શબ્દોમાં સખીની વાણી નીચે પ્રમાણે છે - હવે સખી કહે મુજ કંતને સખી. આપે છેલ્લો આહાર બીઉં ન મળે અન્ન જલવાહલા, સખી. તવ કર જો તપ આધાર. અસતી ચિત્ત ચંચલ જિર્યું. સખી. ચંચલ પિંપલ પાને બીઉં. તિમ યૌવન ચંચલ છે. સખી. કંત ન આણે જ્ઞાન... આ વચન સાંભળીને સ્થૂલિભદ્ર કહે છે કે – ઈમ ડીંગલ હાંસા સુણી રિષિ બોલેરે.
આહાર તજી જે તપ કરે સ્થૂલિભદ્ર નવરસો
૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org