________________
૨. કવિ અમૃત વિમળજીએ “નેમજીનો ચોકની ચરિત્રાત્મક રચના ત્રણ ઢાળમાં કરી છે. રચનાનો આરંભ નેમકુમારના લગ્નના વરઘોડાથી થયો છે અને પશુઓના પોકાર સાંભળીને લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરી ગઢ ગિરનાર જઈને દીક્ષા અંગીકાર કરી કર્મનો ક્ષય કરીને મોક્ષપ્રાપ્તિ કરે છે. રાજુલ પણ નેમજીના પગલે ચાલીને આત્માનું કલ્યાણ કરે છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને ચોકીની રચના કરી છે. કવિએ રાજુલની મનોવેદનાને વાચા આપી છે. તેમાં રાજુલ નેમકુમારને ઓલંભો આપે છે તેનો ઉલ્લેખ થયો છે. ત્રણ ઢાળની આ રચના રસાસ્વાદ માટે વાચક વર્ગને અનુકૂળ બને તેવી છે. કાવ્યનો આરંભ નેમકુમાર રાજવી ઠાઠથી લગ્નને માંડવે આવે તે પ્રસંગથી થયો છે. કવિના શબ્દો છે :
આ જોને બેની જાદવપતિ આવે ઠાઠમાં, હાં રે ઘણાં વાજીંત્ર વાગે તાનમાં. | ૧ | આજે મારે ઘેર આનંદનો દિન છે. હાં રે મારે જડ્યું ચિંતામણી હાથમાં છે ૨ |
લગ્નના પ્રસંગે રાજુલ નેમકુમારની પ્રતીક્ષા કરી રહી છે અને હૈયામાં હરખ માતો નથી.
કવિ જણાવે છે કે – હું વાટ જોઉં આવો ને નેમ અલબેલા ખીણ ખીણ પલપલ પ્રીતમ નીરખે હાં રે મારે હરખ ન માયે મનમાં ને ૧ ઢાળ-ર
પશુઓનો કરૂણાર્દ સ્વર સાંભળીને નેમકુમાર રાજીમતીનો ત્યાગ કરીને ગઢ ગિરનાર જઈ સંયમ સ્વીકારે છે.
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org