________________
તે અધિકાર બનાયો છે.
કીઓ ઓગણચાલીશ અઢારે કાર્તિક વદી પંચમી રવિવારે એ ચોવીશ ચોક ચાતુર ધારે.
મુનિ રત્નવિજય પંડિતરાય, બુધ શીશ વિવેકવિજય ભાયા. તસ શીવ અમૃત વિજય ગુણ ગાયા. ઇતિશ્રી નેમનાથ રાજીમતીના ૨૪ ચોક
સંપૂર્ણ.
લિ. પ્રેમચંદ
કવિએ સં. ૧૮૩૯માં ચોકની રચના કરી છે. સમગ્ર કૃતિના વિભાજન માટે ‘ઢાળ' શબ્દપ્રયોગ કર્યો છે. ૨૪મી ઢાળમાં ‘ચોક’નો નિર્દેશ થયો છે. ઢાળમાં ૩ અને ૪ કડીનો પ્રયોગ થયો છે. કવિનાં મધ્યકાલીન સાહિત્યમાં ‘પદ’ રચના પ્રચલિત થઈ હતી તેમાં નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને કૃષ્ણભક્તિ વિષયક પદોની હારમાળાના પદો રચાયાં છે તેની સાથે ‘ચોક’ની રચના નેમનાથ વિષયક ‘હારમાળા' સમાન રચના થઈ છે. પ્રભુના જીવનના પ્રસંગોનું નિરૂપણ કૃત્રિમ રીતે થયું છે. ‘પદ'માં ઓછામાં ઓછી ત્રણ કડીની મર્યાદા છે તે પ્રમાણે ‘ચોક'માં કવિએ ત્રણ અને ચાર કડીમાં વસ્તુ વિભાજન કર્યું છે. આ એક લાક્ષણિક કાવ્ય રચનાનો નમૂનો છે. આ કૃતિનો પરિચય અપ્રગટ હસ્તપ્રતના આધારે નોંધવામાં આવ્યો છે.
ચરિત્રાત્મક કાવ્યકૃતિઓમાં વસ્તુ વિભાજન માટે ઢાળ, ઠવણી, કડવાં જેવા શબ્દ પ્રયોગો થયા છે. અહીં ‘ઢાળ’ શબ્દ પ્રયોગ અને ‘ચોક’નો નિર્દેશ પ્રભુના ગુણગાનના સંદર્ભમાં છે. ગરબા ગાવાની પ્રણાલિકાના સંદર્ભમાં પણ આવી રચના ચોકમાં ગવાય તેવી છે એટલે ભક્તિ માર્ગની એક વિશિષ્ટ રચના તરીકે પણ સ્થાન ધરાવે છે.
નેમજીનો ચોક
Jain Education International
For Personal & Private Use Only
૭૧
www.jainelibrary.org