________________
સહસાવન જઈ સંયમ લીધો હાં રે જીતી લીધો મોહ મહીમાન.
ત્રીજી ઢાળમાં રાજુલનાં હૈયાની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે.
સ્વામીનો મને વિરહો ઘણું દુઃખ દે છે, બળ અનંતુ સુરનર કહે છે. હાં રે એક નારી દેખી શું બીએ છે ? તમે મૂકો પણ હું નહિ મૂકું, હાં રે એમ કહી જઈ સંયમ લીએ છે. અમૃતવિમલ કહે ધન્ય એ રાજુલ, હાં રે મને વાંછિત સુખ દીએ છે.
કવિએ કાવ્યને અનુરૂપ મધુર પદાવલીમાં રચના કરીને પ્રસંગોનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે.
૩. માણેક મુનિએ નેમિનાથની લાવણી સંજ્ઞાવાળી કાવ્યરચના ચાર ચોકમાં કરી છે. આ રચનામાં ચોક શબ્દ પ્રયોગ નેમનાથના ચરિત્રના પ્રસંગોના વિભાજન માટે થયો છે. દરેક ચોકમાં ચાર કડી છે એટલે લાવણીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ગેય પદાવલીઓ દ્વારા ચરિત્રાત્મક માહિતીનું નિરૂપણ થયું છે. ચોથા ચોકની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
છોડીને પશુનો વૃંદ રથડો વાલે, ઘર આવી પ્રભુ દાન સંવત્સરી ચાલે. સુણી વાતને રાજુલ મૂછ ધરણી ઢળતી, હે નાથ ! શું કીધું કોડી વિલાપો કરતી. લઈ સંજમ દંપતી કરમ કઠિનને તોડે. પ્રભુ... ૩ |
નેમજીનો ચોક
૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org