________________
નેમજીનો ચોક
જૈન સાહિત્યમાં નેમનાથ ભગવાનના જીવનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાવ્ય પ્રકારો અસ્તિત્વ ધરાવે છે. નેમનાથ પ્રબંધ, નેમિનાથ રાસ-ફાગુ, નેમિકુમાર ધમાલ, ધવલ-વિવાહલો, નેમનાથ બારમાસ, નેમિ ચરિત્ર માલા, નેમિનાથ રાસ-વસંત-વિલાસ, નેમનાથ રાજિમતી સ્નેહવેલી, નેમ રાજુલ નવભવ, નેમિ વિવાહ, નેમનાથ શીલ રાસ, નેમનાથ ઝીલણાં, છંદ, ચંદ્રાઉલા, નેમિનાથ વિનતી નવરસો, હમચડી, ઉલંભો, નેમિ પરમાનંદ વેલિ, નેમિનાથ વસંત ફૂલડા, નેમ રાજુલ લેખ, નેમનાથ રાજિમતી ગીત, સ્તવન, નેમિનાથ ચતુષ્પાદિકા, નેમનાથ રાજિમતી બારમાસ સવૈયા, નેમિનાથ શ્લોકો, લાવણી,
ખ્યાલ, વગેરે કાવ્યો રચાયાં છે. કાવ્ય પ્રકારોનો વિવિધતાની સાથે સમૃદ્ધિનો પરિચય થાય છે.
નેમજીનો ચોક એ કાવ્ય પ્રકારની સમૃદ્ધિમાં પૂરક બને છે. ચોકની માહિતી નીચે મુજબ છે.
ચોક એટલે ગામ કે નગરનો મુખ્ય માર્ગ, ચાર રસ્તાવાળી મુખ્ય જગા-સ્થળ, એક પ્રકારની ગાવાની રીત કે શૈલી, ચોક એટલે લાવણી કાવ્યમાં આવતી એક કવિતા. જેમાં ચાર કે આઠ કડીનો સમાવેશ થાય છે. એક કડી અસ્વાઈની, ર-૩ કડી અંતરાની, ૩
૬૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org