________________
તત્ત્વત્રયીનું આલંબન સાધકના આત્મસ્વરૂપને પણ પૂર્ણ વિશુદ્ધ બનાવી દે છે. આ રીતે શુદ્ધતાના પ્રતીક રૂપ દર્પણને મંગલ તરીકે સ્વીકારાય છે. કેવળજ્ઞાનરૂપી નિર્મળ અરીસો ત્રણ બાજુના ભાવ જાણવા સમર્થ છે.
(૪) ભદ્રાસન : ઉત્કૃષ્ટ ઋદ્ધિમાન વ્યક્તિઓને બેસવાના સુશોભિત આસનને ભદ્રાસન કહેવાય છે. આપણા આત્માના ગુણો આપણી સાચી સમૃદ્ધિ છે. આપણા એ સમૃદ્ધ આત્મ સ્વરૂપને સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવા માટે આપણી પાત્રતા કેળવવાનું લક્ષ્ય સાધવા માટે આ ભદ્રાસનનું પ્રતીક પરમાત્મા સમક્ષ આલેખવાનું છે. સમૃદ્ધના આશ્રય તરીકે આ પ્રતીક મંગલરૂપ મનાય છે. ભદ્રાસન ઉપર બિરાજમાન પ્રભુ દેશનાનું દાન કરીને લોકોનું કલ્યાણ ઈચ્છે છે.
(૫) નંદાવર્ત : સ્વસ્તિકના જ વધુ વિસ્તાર જેવી આ એક આકૃતિ છે. સ્વસ્તિક સાથે જોડાયેલી વિચારણા અહીં પણ વિચારી લેવી. વધુમાં જ્યાં સુધી મુક્તિમાં ન જવાય ત્યાં સુધી આપણી સાધનામાં જ્ઞાનાદિ ગુણોના આનંદની ચઢતી પરંપરા અનુભવાય અને દરેક ભવમાં અગાઉના ભાવ કરતાં વધુને વધુ ગુણોના આનંદનાં આવર્તન થયા કરે - એવા આશયથી આ માંગલિકનું આલેખન કરવાનું છે. નવના અખંડ આંક અને નવ આવર્તવાળું પ્રતીક અખંડ મોક્ષ લક્ષ્મી આપનારું થાઓ.
(૬) કલશઃ શુદ્ધ ઉત્તમ જલથી ભરેલા ઉત્તમ કલશ - કુંભ મંગલનું પ્રતીક મનાય છે. ઉત્તમ વસ્તુ ઉત્તમપાત્રમાં જ મુકાય અને ઉત્તમપાત્રમાં ઉત્તમવસ્તુ જ મૂકાય - આવી સમજણ વ્યવહારમાં સહુ કોઈ ધરાવતું હોય છે. તાત્ત્વિક દૃષ્ટિએ જ્ઞાનાદિ આત્મગુણોથી વધુ કોઈ ઉત્તમ પદાર્થ અને કર્મક્ષયથી નિર્મલ બનેલા આત્માથી વધુ કોઈ ઉત્તમ પાત્ર આ દુનિયામાં નથી. આવા ગુણો રૂપી જલથી પૂર્ણ
૪૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org