________________
સુરનાથ ઔર નર નાથ, ઉઠાવે પાલખી સાથ; શકેંદ્ર ઈશાન નિજ હાથ, ચારુ ચામર ઉડાનેવાલે | ધન્ય૦ ૩ | ધરે છત્ર સનતકુમાર, માહેંદ્ર ખગ ધરનાર; બ્રહ્મદ્ર રત્નકા સાર, દિવ્ય દરપણ દિખલાનેવાલે ધન્ય૦૪ | લાંતક વાસવ કુંભ ધરે, મહાશુક્ર સ્વસ્તિક કરે; સહસ્ત્રાર ધનુષ્ય અનુસરે, સ્વામી સેવાકો ઉઠાનેવાલે ! ધન્ય૦ ૫ / શ્રીવત્સ પ્રાણપતિ ધરી, નંદાવર્ત આગે કરી; બારમા દેવલોકકા હરિ, આવે ભક્તિ દિખલાનેવાલે | ધન્ય૦ ૬ / ચમરેંદ્ર પ્રમુખ સબ ઈન્દ્ર, ધરે વિવિધ શસ્ત્રકા વૃંદ; જય જીવ શિવાદેવી નંદ, ઐસી આશિષ પઢાનેવાલે | ધન્ય૦ ૭ //
પૂજા સાહિત્યની રચનામાં સત્તરભેદી પૂજા દ્વારા પ્રભુના સત્તર પ્રકારે પૂજા કરવામાં આવે છે. તેમાં ૧૩મી પૂજા અષ્ટમંગલની છે. તીર્થંકર પરમાત્માની પ્રતિમા સમક્ષ વિધિપૂર્વક ભક્તિ ને ભાવોલ્લાસથી પૂજા કરવામાં આવે છે તેના અનુસંધાનમાં અષ્ટમંગલની પૂજાની રચના થઈ છે. કવિ આત્મારામજીની પૂજામાં શાસ્ત્રીય સંગીત અને પ્રચલિત દેશીઓનો પ્રયોગ થયો છે. આ પૂજા સંગીતના સૂરો સાથે તાલ મિલાવીને ગાવાથી ભક્તિની રમઝટ જામે છે. કવિએ પૂજાનો આરંભ દુહાથી કરીને તેમાં અષ્ટમંગલનો નામ-નિર્દેશ કર્યો છે.
દુહા પછી ઢાળમાં અષ્ટમંગલના પ્રભાવની માહિતી આપતાં કવિ જણાવે છે. અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત થાય, અષ્ટકર્મના કાટનો નાશ થાય. આઠ મદનો નાશ થાય. લક્ષ્મીલીલા પામી શકાય અને અંતે અષ્ટ પ્રવચન રૂપી અમૃત પાનથી આત્માના આઠ ગુણ પ્રગટે એટલે કે આત્મા સિદ્ધિ પદને પામે. સિદ્ધિના આઠનો સંદર્ભ કવિએ દર્શાવ્યો છે. આ રીતે અષ્ટમંગલની પૂજાની માહિતી પ્રાપ્ત થાય છે.
૫૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org