________________
ભીડત ચોલી-કસણ ત્રટુકી ટુકડે ટુકડે થણથી ચૂકી થણહર મદમત ગજકુંભ સરિખા અંકુશકરજ દીઆ અતિ
હરિસા | ૭૧ | ચોરી ચોરી કરી કહાં લીના ચિત બિરાણા હો છીની લીના ઇંઉ ભુજપાસિ બાંધી કામરાજશું રાખ્યા હોઈ થણ ડુંગરમાઝઈ
|| ૭૨ / પ્રથમ ખંડની છેલ્લી કડીમાં સ્થૂલિભદ્ર અને કોશાના વિલાસનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે.
નવ-નવ રમત રમ્યા રસ ભોગી એ રસ બૂઝઈ ચતુર સંયોગી ઈલ ધન કોડી વિલસીવા રે બાર વરસ રહે થૂલભદ્ર પ્યારે મેં ૭૮ .
સ્થૂલભદ્ર ચંદ્રાયણનો પ્રથમ ખંડ માત્ર સ્થૂલભદ્ર રૂપકોશાના વર્ણનનો નથી પણ કવિત્વ શક્તિનો સર્વોત્તમ નમૂનો છે. અવનવી કલ્પનાઓ, શૃંગારરસની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ ચિત્રાત્મક વર્ણન, ઉચિત શબ્દ વૈભવ અને લલિત મધુર મંજુલ પદાવલીઓથી મધ્યકાલીન સમયની આ સાંપ્રદાયિક રચના કવિતામાં ચાર ચાંદ લગાવે તેવી રીતે શોભે છે. આ કાવ્યનો સાચો આનંદ તો મૂળ કાવ્યનો આસ્વાદ કરવાથી મળે તેમ છે.
સ્થૂલભદ્ર ચંદ્રાણિ (ખંડ-૨) સમીક્ષા પ્રથમ ખંડ શૃંગાર રસનો ભંડાર છે તો બીજો ખંડ કરૂણ રસનો હૃદયસ્પર્શી અનુભવ કરાવે છે. કરૂણરસના પ્રભાવથી કોશાનું હૃદય પરિવર્તન કરાવવામાં સ્થૂલિભદ્રની ભાવવાહી જિનવાણી સફળ નીવડે છે.
૬ ૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org