________________
સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
જૈન સાહિત્યમાં સ્થૂલભદ્રના જીવનનાં પ્રસંગોને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ થઈ છે. કવિ જયવંતસૂરિની “સ્થૂલભદ્ર ચંદ્રાયણિ” રચના કાવ્ય પ્રકારોની દૃષ્ટિએ નવીનતા દર્શાવે છે. પ્રસંગ તો એક જ છે પણ તેની અભિવ્યક્તિમાં કવિ પ્રતિભા અને કલ્પનાનો આવિષ્કાર કાવ્ય રચનાને આસ્વાદ્ય બનાવે છે.
અહીં “ચંદ્રાયણિ” શબ્દ પ્રયોગ થયો છે. તેનો અર્થ નીચે પ્રમાણે છે.
હિન્દુ ધર્મમાં ચાંદ્રાયણવ્રતનો ઉલ્લેખ થયો છે. આ વ્રતમાં ચંદ્રના ઉતરતા ક્રમે ઉપવાસ કરવામાં આવે છે. તેમ આ રચનામાં અંતરના ભાવ-ઊર્મિઓની ચઢતી-પડતી દર્શાવવામાં આવી છે. બે ખંડમાં વહેંચાયેલ કૃતિના પ્રથમ ખંડમાં શૃંગારરસની ચઢતી સ્થિતિનું નિરૂપણ છે. એટલે કે સ્થૂલભદ્ર અને કોશાના સંબંધમાં શૃંગારરસની ભરતી – અપૂર્વ લહરીનું નિરૂપણ થયું છે. તે ચંદ્રની વધતી કળાનું સૂચન કરે છે. બન્ને પાત્રોની ઉત્સુકતા અને સંયોગ શૃંગાર મહત્ત્વનો બન્યો છે.
બીજા ખંડમાં કોશાની વિરહવેદનાનું ભાવવાહી આલેખન થયું છે એટલે ચંદ્રના શુક્લ-પક્ષ અને કૃષ્ણપક્ષની કળા સમાન કોશાના સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org