________________
લાલસાના યોગે) અષ્ટમંગલનું પૂજન પ્રચલિત થયું છે – એ દૂર કરવા આટલી પ્રાસંગિક વિચારણા કરી છે. અષ્ટમંગલ : - (૧) સ્વસ્તિક : જે તીર્થંકરનાં ઉદયમાં (જન્મ સમયે) તિચ્છલોક, ઉર્ધ્વલોક અને અધોલોક એ ત્રણે લોકમાં સ્વસ્તિક = કલ્યાણ થાય છે તે ભાવથી (વિચારથી) પંડિતજનો પ્રભુની આગળ સ્વસ્તિક આલેખે છે.
(૨) શ્રીવત્સ : જિનેશ્વર દેવનાં હૃદયમાં રહેલું અંતિમ પરમજ્ઞાન = કેવળજ્ઞાન જાણે એવું શોભી રહ્યું છે કે તે શ્રીવત્સનાં બહાનાથી બહાર આવીને જાણે પ્રગટ થયું છે તેને અમે વંદન કરીએ છીએ.
(૩) પૂર્ણકળશ : શ્રી જિનેશ્વર દેવ ત્રણ લોકમાં અને પોતાનાં કુળમાં અતિ આનંદ આપનાર છે તેથી અહીં અમે કલશ આલેખીને જિનેશ્વરની અર્ચના કરી કૃતાર્થ થઈએ છીએ.
(૪) ભદ્રાસન : શ્રી જિનેશ્વર દેવનાં અતિપૂજ્ય એવાં ચરણકમળથી અતિ પુષ્ટ થયેલ, અતિ પ્રભાવશાળી, અતિ નજીક એવાં કલ્યાણકારી ભદ્રાસનને જિનેશ્વર દેવની આગળ આલેખીને અમે સુંદરયોગની સાધના કરીએ છીએ.
(૫) નંદાવર્તઃ હે જિનનાથ ! જે તમારી સેવા કરે છે તે સેવકને ચારે દિશામાંથી સર્વ નિધિઓ આવીને મળે છે તેથી ચારે દિશામાં નવખૂણા (વળાંકોવાળાં નન્દાવર્ત સજ્જનોને સુખ આપે છે.
() વર્ધમાનસંપુટ ઃ હે જિનનાયક ! આપની કૃપાથી પુણ્ય, યશનો સમૂહ, સ્વામીત્વ, મહત્ત્વ, સૌભાગ્ય, બુદ્ધિ, વિનય, મનની શાંતિ વધે છે તેથી વર્ધમાન એવાં યુગસંપુટને અમે આલેખીએ છીએ.
४४
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org