________________
અને મનોરથો સફળ થાય છે. તેથી વર્ધમાનયુગ્મ સંપુટને અમે કરીએ છીએ.
૭. મત્સ્યયુગ્મ : તારા દ્વારા હણવા યોગ્ય એવા, પાંચ બાણવાળા કામધ્વજના અસ્તિત્વથી થયેલા પોતાના અપરાધને નિષ્ફળ કરવા માટે હે જગન્નાથ ! માછલાનું જોડલું (મિથુન) તારા આગળ સેવાને વિસ્તાર છે. નીરોગી એવી અંગની યુક્તિપૂર્વક શ્રાવકો દ્વારા આપની સમક્ષ વિશિષ્ટ રીતે આલેખિત કરાયું છે.
૮. દર્પણ : આત્મદર્શનની વિધિમાં તીવ્ર અને દુશ્ચર તપને, દાનને, બ્રહ્મચર્યને અને પરોપકારને કરતા દરેક જિનેશ્વરો દેદીપ્યમાન થાય છે. તે જિનેશ્વરો જ્યાં સુખપૂર્વક શોભે છે તેવું દર્પણ મંગળ તીર્થાધિપતિની આગળ પરમાર્થવૃત્તિને વરેલા સમ્યગૂ જ્ઞાનિઓ વડે બનાવાય છે.
કલ્પસૂત્રના પાંચમા વ્યાખ્યાનમાં મહાવીરસ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણકની માહિતી છે તેમાં અષ્ટમંગલનો ઉલ્લેખ થયો છે.
“આવી રીતે નગરવાસી પુરૂષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યાં છે એવા ભગવંતની અગાડી (આગળ) ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નન્દાવર્ત, ૪. વર્ધમાન, ૫. ભદ્રાસન, ૬. કલશ, ૭. મત્સ્યયુગલ, ૮. દર્પણ એ પ્રમાણે રત્નમય આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યાં.” (પા-૨૫૯). - ત્રિષષ્ઠિશલાકા પુરૂષચરિત્ર પર્વ-૧, સર્ગ-૨, શ્લોક ૫૮૬માં પણ અષ્ટમંગલનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
રત્નત્રય પટ્ટ ઉપર રૂપાના-નંદુલ (ચોખા-અક્ષત) અખંડ અક્ષત વડે દેવો પ્રભુની આગળ અષ્ટમંગલ આલેખે છે.
અષ્ટ મંગલ
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org