________________
આષ્ટ મંગળની માહિતીઃ
૧. ઈશાન દેવ - સિંહાસન, ૨. બ્રહ્મન્દ્ર - રત્નાકર, ૩. બ્રત્યેન્દ્ર - દર્પણ, ૪. લાતંકદેવ - કુંભ, ૫. મહાશુક્રદેવ - સ્વસ્તિક, ૬. સહસ્ત્રારદેવ - મીન યુગલ, ૭. પ્રાણત દેવ - શ્રીવત્સ, ૮. અશ્રુતદેવ - નંદાવર્ત. : અષ્ટમંગલ આલેખવાનો પરમાર્થ :
" - અભ્યાસી જગતના જીવો સુખ ઈચ્છે છે. સુખની કલ્પના સાથે જોડાયેલાં પ્રતીકોને આથી જ તે માંગલિક માને છે. તાત્ત્વિક દૃષ્ટિએ સુખસમૃદ્ધિનાં પ્રતીકોને માંગલિક માનવામાં કશું અનુચિત નથી. પરંતુ સુખ-સમૃદ્ધિ સાચાં કયાં - તેની સમજણ પહેલાં મેળવી લેવી જોઈએ. જે સુખ મેળવતાં, સાચવતાં અને ભોગવતાં બીજાને દુઃખ પહોંચાડતું હોય તે સુખની ઈચ્છા અને તેનો ભોગવટો પાપરૂપ બને છે અને પાપનું ફળ દુઃખ જ હોય છે. તેથી તેવાં સુખ સાચાં સુખ ગણાય નહિ. વધુમાં જે સુખ કે તેનાં સાધન, માલિકને છોડીને ચાલ્યાં જાય અથવા માલિકે તેમને છોડીને ચાલ્યા જવું પડે તેવાં સુખ પણ સુખ ગણાય નહિ. આ બધો વિચાર કરતાં સંસારનાં કોઈ સુખ સાચા સુખની વ્યાખ્યામાં આવી શકે નહિ. આત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ - એટલે કે આત્માના પોતાના (કર્મયોગે અવરાયેલા) ગુણોની પ્રાપ્તિ - એ જ સાચું સુખ છે. અનાદિકાલથી ખોવાયેલાં - ઝંખવાયેલાં - ગુણરત્નોની પ્રાપ્તિ અને શુદ્ધિ માટેનો પુરુષાર્થ જ સુખની સાચી સાધના છે. એ સાધનામાં સહાયક અને ઉત્સાહક પ્રતીકો જ તાત્વિક માંગલિક છે.
સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ, ભદ્રાસન, નંદાવર્ત, કલશ, વર્ધમાનક અને મત્સ્યયુગલ આ આઠ પદાર્થ માંગલિક – અષ્ટમંગલ - તરીકે પ્રસિદ્ધ છે. તેની સંક્ષેપમાં વિચારણા કરીએ. ૪૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org