________________
પ્રતીકો ભક્તિ ભાવનાની વૃદ્ધિ દ્વારા આત્માનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટે છે. પરિણામે દેવગુરુ અને ધર્મની આરાધનાથી આત્માનું કલ્યાણ થાય છે. અષ્ટમંગલ :
જિનાલયમાં ભગવાનની સમક્ષ અષ્ટમંગલની સ્થાપના કરવામાં આવે છે. અષ્ટમંગલની માહિતીના સંદર્ભ મંગલનો વિશિષ્ટ અર્થ જાણવો જરૂરી છે. સામાન્ય રીતે મંગલ શબ્દ કલ્યાણકારક – શુભ - લાભદાયક અર્થમાં પ્રચલિત છે. તેનો વિશેષઅર્થ નીચે પ્રમાણે છે.
નમસ્કાર મહામંત્રના નવમા પદનો અંતિમ શબ્દ મંગલ છે. તેના બે પ્રકાર છે.
(૧) દ્રવ્ય મંગલ - બાહ્ય રીતે ગણાતા મંગલ સૂચક પદાર્થો દહીં, દુર્વા, અક્ષત વગેરે.
() ભાવમંગલ - આંતરિક રૂપે મંગલરૂપ ગણાય છે. દા.ત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર શાસ્ત્રમાં મંગલને લૌકિક અને લોકોત્તર કહેવામાં આવે છે.
લૌકિક મંગલ તરીકે અષ્ટમંગલનો સમાવેશ થાય છે.
લોકોત્તર મંગલ તરીકે અરિહંત સિદ્ધ સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ.
આ મંગલની માહિતી આવશ્યક સૂત્રમાંથી જાણવા મળે છે.
चत्तारि मंगलं । अरिहंता मंगलं सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नतो धम्मो मंगलं ।
દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે અહિંસા - સંયમ અને તપ. આ ત્રણ મંગલરૂપ છે.
અષ્ટ મંગલ
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org