________________
પાંસઠમી પાટે તેઓ ગુણનિધાનસૂરિના અનુગામી પટ્ટધર તરીકે બિરાજ્યા.
આ પાટક્રમ ભગવાન મહાવીરથી નહિ પણ સુધર્માસ્વામીથી ગણવામાં આવતો હોઈને ખરેખર એમનો ક્રમ ૬૪મો આવે છે. જકડીમાં કહ્યું છે : ‘સાહા હાંસા સુત હાંસલદે કૂખઈ શ્રીશ્રીવંશ વધાઉ’ એટલે કે તેઓ શ્રીમાલી વંશીય હતા. અન્ય પ્રમાણ ગ્રંથોમાં પણ આ વિધાનને સમર્થન સાંપડે છે. જ્યારે અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી અને ‘અંચલગચ્છની મોટી પટ્ટાવલી' તરીકે પ્રકાશિત થયેલા ગ્રંથમાં એમને ઓસવાળ વંશીય નાગડા ગોત્રીય કહ્યા છે. આ પટ્ટાવલી શંક્તિ ગ્રંથ છે એ વિશે આગળ કહેવાઈ ગયું છે. જકડીના વિધાનથી આ વાતને વિશેષ પુષ્ટિ મળી રહે છે ધર્મમૂર્તિસૂરિના પ્રશિષ્ય અમરસાગરસૂરિએ સ્વયં એ પટ્ટાવલી લખી હોત તો આવી ગંભીર ભૂલ ન થાત એ ચોક્કસ છે.
પ્રસ્તુત ‘જકડી’માં ધર્મમૂર્તિસૂરિના પટ્ટાભિષેકનો ઉલ્લેખ છે. પણ કર્તાએ તેની સાલ નથી આપી. અન્ય પ્રમાણ ગ્રંથો દ્વારા જાણી શકાય છે કે વિ.સં. ૧૬૦૨માં રાજનગર-અમદાવાદમાં તેઓ ગચ્છેશપદે અલંકૃત થયા. એજ સાલમાં એમણે ક્રિયોદ્ધાર કર્યો. ‘જકડી’માં એમનો ત્યાગમય જીવન વિષે સ્પષ્ટ ઉલ્લેખ છે. અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપગચ્છ એ ત્રણે મુખ્ય ગચ્છોમાં શિથિલાચારે પ્રવેશ કરતાં જૈન સંઘમાં સ્થાનકવાસી સંપ્રદાયનો ઉદય થયો. તેના ધૂંવાધાર પ્રચારને ખાળવા ક્રિયોદ્ધાર સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કવિવર સમયસુંદરે ‘ભટ્ટારક ત્રય ગીતમ્' નામક ઐતિહાસિક પદ્યમાં તત્કાલીન પરિસ્થિતિનું સુંદર વર્ણન
કર્યું છે
જખડી
Jain Education International
For Personal & Private Use Only
૩૧
www.jainelibrary.org