________________
3
.
ઘૂવર્ષ
જૈન સાહિત્યમાં વિવિધ રીતે ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ ભગવંતના ચરિત્રનું નિરૂપણ કરીને ગુરુ ગુણ ગાવામાં આવે છે. વળી સાધુ કવિઓ કાવ્યને અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરીને ગુરુની વિશેષતા દર્શાવી મહિમા ગાય છે.
આ પ્રકારની પદ્ધતિ જૈન સાહિત્યમાં વિશેષત-લક્ષણ તરીકે ગણવામાં આવે છે. અર્વાચીન કાળમાં પણ આજ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. ગુરુ કૃપા એજ શિષ્યની સાધના અને સફળતાનું પાયાનું લક્ષણ છે એમ જૈન સાહિત્ય ઉપરાંત જૈનેતર વર્ગમાં પણ આવો મત પ્રચલિત છે.
પંદરમી સદીના બીજા તબક્કામાં થયેલા ખરતરગચ્છના વોરા ઉદાનાપુત્ર છાહુડ ગોત્રના કવિ દેવદત્તે જિનભદ્રસૂરિ ધૂવીની રચના કરી છે. માત્ર બે કડીની આ કૃતિમાં જિનભદ્રસૂરિ આચાર્યનો મિતાક્ષરી પરિચય છે.
ધૂવઉ - એટલે ધ્રુવ - અચળ – નિત્ય - ધુર - પ્રથમ એ અર્થ થાય છે.
જેમ કાલિકસૂરિ પહેલા, કાલિકસૂરિ બીજા એમ સમાન નામવાળા અન્ય આચાર્ય હોવાના સંદર્ભમાં જિનભદ્રસૂરિ પ્રથમ-પહેલા એમ સમજવું. “ધૂવઉ શબ્દપ્રયોગ જિનભદ્રસૂરિ પહેલા દર્શાવવા માટે થયો છે. ૩૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org