________________
સંસ્કૃત ભાષાના ધ્રુવ શબ્દ પરથી “ધૂવઉ પ્રાકૃત ભાષાનો શબ્દ રચાયો છે. ધ્રુવપદ વરનાર એટલે કે પૂ.આ. જિનભદ્રસૂરિ ધ્રુવપદ - શિવપદ - મોક્ષપદને વરનારા છે. સંયમ જીવન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધના થાય છે એટલે પૂ.આ.એ મોક્ષ માર્ગની સાધના કરનારા છે એવો અર્થ પણ ઘટાવી શકાય તેમ છે.
પૂ. જિનભદ્રસૂરિ શાશ્વત એવા સિદ્ધ પદના આરાધક હતા એટલે ગુરુ તરીકે અમર હતા એવો અર્થ પણ નિષ્પન્ન થાય છે. પૂ.શ્રી પૂનમીયા ગચ્છના શોભારૂપ હતા. કાવ્યને આધારે એમના જીવનની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. - કામદેવનું ખંડન કરનાર ધીરંગના પુત્ર હતા. પૂ. જિનરાજસૂરિની પાટે પ્રભદ્રસૂરિના શિષ્ય જિનભદ્રસૂરિ થયા હતા. શાસનાજ્ઞાતા, વ્યાકરણ, સંઘના ઉદ્ધારક, અશરણ શરણરૂપ, સૂરિમંત્ર આરાધકવાદ નિવારક, છત્રીશગુણ યુક્ત વગેરે વિશેષણોથી અલંકૃત જિનભદ્રસૂરિ હતા. અંતે “ભણે દેવદત્ત' શબ્દથી આ લઘુ કાવ્યના કવિ દેવદત્ત હતા તેનો ઉલ્લેખ થયો છે.
પભણિસુ ચેત પ્રવાડિ અણહિલપુર પટ્ટણ તણિય,
મુઝ મન ખરીય રહાંડ, થઈઉ મતિ નિરમલ અતિ ઘણીય. ૧ અંત -
પટ્ટણ પ્રસિદ્ધ હરખિ કિલ્દી ચૂત પ્રવાડિ સુહામણિ, ભણતાં ગુણતાં શ્રવણ સુણતાં, અતિત છઈ રળિયામણી, પભણ્યા જ કોઈ નામ તે, અવર જે છે તે સહી, છિદુત્તર વરસઈ, મન હરિસઈ, સિદ્ધ સૂરિદઈ કહી. (૧) જેસ.ભં. (૨) અભય જૈન ગ્રંથાલય.
[જૈનન્કરચનાએ ભાગ-૧ પૃ. ૮૩, ડૉ. ભોગીલાલ સાંડેસરા (સંબોધિ, ૧૯૭૫-૭૬) કૃતિની રચના સંવત ૧૫૭૬ માને છે.]
દેવદત્ત (ખ) વોરા ઉદાસુત, છાયડગોત્ર)
ધૂવડે
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org