________________
“જકડી' (જખડી)
શ્રી અંચલગચ્છીય ઐતિહાસિક રાસ સંગ્રહમાં “જકડી’ સંજ્ઞાવાળી કાવ્યકૃતિ પ્રાપ્ત થાય છે. અંચલગચ્છના ૧૭મી સદીના ધર્મમૂર્તિસૂરિની ગુરુ ભક્તિ નિમિત્તે જકડી રચાઈ છે. આ અંગેની માહિતી નીચે પ્રમાણે છે.
અરબી ભાષામાં “ઝિક્ર શબ્દ છે તેનો અર્થ “જાપ' રટણ-માળા ગણવી. સૂફીવાદ ગહન છે. અલ્લાહના રટણમાં રાત-દિવસ મગ્ન રહેતા સૂફીવાદીઓ પ્રભુ નામ સ્મરણમાં સમર્પણશીલ ભક્તિ કરે છે. એટલે “જકડી' કાવ્ય પણ ભક્તિ માર્ગનો એક પ્રકાર ગણાય છે. તેમાં દેવની ભક્તિ ઉપરાંત ગુરુ ભક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
શ્રી ધર્મમૂર્તિસૂરિ જકડી “જકડી” સંજ્ઞાથી અભિહિત આ નવો કાવ્ય પ્રકાર છે. મૂળ તે અરબ્બી ભાષાના “ઝિક્ર” નામક કાવ્ય બંધ પ્રકારમાંથી ઊતરી આવ્યો છે. હિંદીમાં તેને “જકરી' કહે છે. મુસ્લિમ સંત અને સૂફી કવિઓ “ઝિક્રમાં અલ્લાહના નામનું રટણ ગૂંથતા જૈનોએ આ કાવ્યબંધ પ્રકારને અપનાવી લઈ તેને “જકડી' નામ આપ્યું. તેમજ તેમાં ગુરુનું રટણ અર્થાત્ ગુરુગુણ કીર્તન ગૂંચ્યું. “ધર્મમૂર્તિસૂરિ જકડીમાં આવતા ઉર્દૂ શબ્દો અને તેનો મૂળ લહેકો છતો થયા વિના રહેતો નથી. તેને મૂળ ઢબે લયબદ્ધ રીતે ગાતાં ભવિકજનો ભાવવિભોર થઈ જતા હશે. સૂફી સંતોના વિચાર-ભાવ તાદાભ્યની ઝાંખી આ કૃતિ દ્વારા થઈ શકશે.
પ્રસ્તુત પદ્યકૃતિનો ઐતિહાસિક સાર ગુણ કીર્તનની અપેક્ષાએ અલ્પ છે. તેમાં કહેવાયું છે કે ચરિત્રનાયકનો જન્મ શ્રીમાલી વંશીય શાહ હાંસાની ભાર્યા હાંસલદેની કૂખેથી થયો. ભગવાન મહાવીરની
આવ્યો છે. રાજાના “ઝિક” ના આ નવો કાવ્ય પ્રકાર
૩૦
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org