________________
૦ ક્ષપકશ્રેણિ : ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરતાં શ્રેણિ ચઢે તે ૧૧મા ગુણસ્થાનક સ્પર્શયા વગર ૮ થી ૧૨ ગુણ સ્થાનક સુધી આત્મા રહે.
• મોક્ષ ઃ સંસારના રાગાદિ આદિ દ્રવ્ય કર્મથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ. સર્વ કર્મનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. • રત્નત્રયી : સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. ૦ આત્મા : પર્યાયવાચી શબ્દ જીવ ચેતન - શુદ્ધ ચૈતન્ય લક્ષણનો ધારક છે. આત્માના ત્રણ પ્રકાર બહિરાત્મા - જેની વૃત્તિ પ્રવૃત્તિ મુખ્યત્વે બાહ્ય જગતમાં હોય છે. અંતરઆત્મા - અવિરતિ ગુણ સ્થાનકથી ૧૨મા ગુણ સ્થાનક સુધી રહેલો આત્મા. પરમાત્મા - કેવળી - સિદ્ધ સ્વરૂપી છે. કષાય - સંસારવૃદ્ધિનું નિમિત્ત - ક્રોધમાન-માયા-લોભ આ ચાર કષાય તેનાથી કર્મબંધ થતાં ભવ ભ્રમણસંસાર વૃદ્ધિ થાય છે.
નિગોદ : સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી અતિસૂક્ષ્મ જીવરાશિ. એક શ્વાસોશ્વાસમાં ૧૭ અધિક વખત એક સાથે જન્મે મરે એક જીવ સિદ્ધ થાય ત્યારે નિગોદમાંથી એક જીવ બહાર આવે અને પછી આગળ વિકાસ થાય.
-
• મોહનીય કર્મ : આઠ કર્મમાં તેનો ચાર ઘાતી કર્મનો સમાવેશ થયો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની છે. મોહનીય કર્મથી આત્મા સંસારમાં વિશેષ પરિભ્રમણ કરે છે.
• ઘાતી કર્મ : આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધ ઉપયોગ આદિ ગુણોનો નાશ કરે છે. તે કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અંતરાય આ ચાર ઘાતી કર્મો છે. આત્માના સ્વ-સ્વરૂપ મેળવવામાં બાધક છે.
જખડી
Jain Education International
For Personal & Private Use Only
૨૩
www.jainelibrary.org