________________
જખડી-૩ (સાર)
કવિએ આરંભમાં જણાવ્યું છે કે આત્માને લક્ષમાં રાખીને સ્વસ્વરૂપ જાણવા પ્રયત્ન કરવો. અનાદિ અનંત ગુણયુક્ત આત્મા છે. પરદ્રવ્યને ત્યાગ કરીને આત્માનો વિચાર કરવો જોઈએ.
આત્મધ્યાનમાં મસ્ત રહેવાની જરૂર છે. આત્મધ્યાનની ધારામાં ભાવ સ્થિતિ ઉચ્ચ થતાં સુખ-દુઃખનો અનુભવ રહેતો નથી. કર્મરૂપી આત્મા વિકારી છે તે રહિત અવિકારી છે. જ્ઞાન દૃષ્ટિથી કર્મબંધ અટકે છે.
કર્મનો નાશ કરવા માટે શુભ ધ્યાનમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાગાદિ ભાવનો નાશ કરીને સમતાભાવની વૃદ્ધિ કરવી જોઈએ. પદ્માસને બેસીને ધ્યાનમાં તલ્લીનતા સાધવાથી આત્મ સ્વરૂપની અનેરી અનુભૂતિ થશે.
આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપમાં રહેવું.” ચિદાનંદજીની સઝાયની આ પંક્તિ જખડીના વિચારો સાથે સામ્ય ધરાવે છે.
ધર્મમાં મન સ્થિર થતું ના હોય તો ઘરનો ત્યાગ કરવો. ધનધાન્ય-સંપત્તિનો ત્યાગ કરીને આતમ સાધનામાં આગળ વધવું જોઈએ. ઘર છોડવાનો અર્થ એ છે કે મુનિપદ (સંયમ-દીક્ષા) સ્વીકારીને આત્મસાધના કરવી. આવો અવસર ફરી નહિ મળે માટે ચેતન વિચારીને કામ કરજે. ગુરુ ભગવંત સાચો ઉપદેશ આપે છે. તે પ્રમાણે આચરણ કરવાથી આતમરામનું શુદ્ધ દર્શન થશે. જખડી-૪ (સાર)
હે ચેતન ! તું જ્ઞાની છે. તારો સહજ ગુણ વિચાર. તું અવિનાશી-શાશ્વત છે. પ્રતિદિન રત્નત્રયીની આરાધનાથી શુદ્ધભાવ
જખડી
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org