________________
પ્રગટ થશે. વિષય કષાયનો ત્યાગ કરવો જોઈએ. હાવભાવથી ક્ષણિક સુખ મળે પણ તે દુઃખદાયક છે. આવા મોહને કારણે આત્માની દુર્ગતિ થાય છે. આત્મા નરક અને નિગોદમાં અનાદિકાળ દુઃખ ભોગવે છે. માટે વિષય વાસનાને કુસંગ ત્યજી દેવો જરૂરી છે.
આત્માએ વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી મોટાઈ જવા જેવું નથી. આ પુદ્ગલની પરિણતિ છે તે વિચારીને ત્યાગ કરવો જોઈએ. અશુભ આશ્રવનો ત્યાગ કરવો જોઈએ જેથી કર્મબંધ થાય નહિ. માટે આત્માને શુભ ભાવમાં જોડવો આવશ્યક છે. શરીર તારું નથી. અશુચિ ભાવના વિચારવી. આત્મા કર્મથી મુક્ત થાય એટલે જન્મમરણના ફેરા ટળી જાય છે. નિશ્ચય નયથી આત્માનો વિચાર કર અને શુભ ભાવમાં રહેવા પ્રયત્ન કરવો. મનને સ્થિર કરીને આત્માના સ્વરૂપનો સમરસ અનુભવ કરવો. મોહાદિક કર્મનો ક્ષય કરીને આત્મા ક્ષપક શ્રેણિએ ચઢે છે. પછી ધર્મ-ધ્યાન-શુક્લ ધ્યાનમાં લીન થઈને સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય છે. આ રીતે આત્મા અક્ષય સુખનો અનુભવ કરવા સમર્થ બને છે. અંતે તો બધો આધાર મનની સ્થિરતા સાધવામાં છે. .
આ રીતે “જખડી' કાવ્યમાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપદેશ વચનોનો સમાવેશ થયો છે. કાવ્ય રચનામાં હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો છે. “જખડી'માં જૈન દર્શનની અધ્યાત્મવાદના પારિભાષિક શબ્દોનો પ્રયોગ થયો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
• પુગલ : જીવતત્ત્વનાં જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપયોગ આદિ લક્ષણો છે તેનાથી રહિત અજીવતત્ત્વ છે તેનો એક ભેદ પુદ્ગલ છે. અધર્માસ્તિકાયનો એક પ્રકાર છે. પૂરતિ – પત્નતિ રૂતિ પુદ્ગલ - જેમાં ચેતન શક્તિથી વૃદ્ધિ-ઘટાડો થાય છે એવું પુદ્ગલ દ્રવ્ય છે તે સ્વયં જીવતત્ત્વ સમાન કોઈ ઉપયોગવાળું નથી.
૨ ૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org