________________
કુલ ૪' જખડી કાવ્યો પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે ? મોક્ષ મળે તે અંગેના તાત્ત્વિક વિચારો વ્યક્ત થયા છે. આ કાવ્યો શુદ્ધ આત્મલક્ષી છે.
જખડી–૧માં ૪-કડી અને બાકીની ત્રણમાં પાંચ કડીઓ છે.
જખડીમાં આધ્યાત્મિક વિચારોનો સમાવેશ થયો છે. યોગી મહાત્મા આનંદઘનજી, ચિદાનંદજી, યશોવિજયજી ઉપા., વિનયવિજયજી ઉપા. વગેરેના પદો સાથે જખડીના વિચારો સામ્ય ધરાવે છે.
જખડી' કાવ્યોની સમીક્ષા. જખડ-૧ (સાર)
જીવાત્માને ઉદ્દેશીને કવિ કહે છે કે આ આત્માએ જિનવરની પૂજા કરી નહિ. મોહ નિદ્રામાં જીવન વિતાવ્યું. અન્ય દેવોમાં શ્રદ્ધા રાખી. પરિણામે જીવાત્મા દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. (રખડે છે) રખડવાનો અર્થ એ છે કે આત્મા કોઈ ચોક્કસ ધ્યેય માટે પ્રવૃત્ત થતો નથી એમ સમજવાનું છે.
ભગવાનનાં ગુણગાન ગાયા નહિ અને તેનો અર્થ પણ સમજાયો નહિ. ભગવાનનું ધ્યાન ધરવાથી અનેરો અનુભવ થાય છે અને અંતે આત્મા સ્વ-સ્વરૂપની અનુભૂતિ કરે છે.
આત્મા મોહમાંથી દૂર ભાગે તો સત્ય દર્શન-આત્મ સ્વરૂપનો અનુભવ થાય. પુદ્ગલ પદાર્થનો વિચાર કરવો અને બેની તુલનામાં શાશ્વત આત્મા ઉચ્ચ છે એમ વિચારવું જોઈએ.
જીવાત્માએ સંકલ્પ-વિકલ્પ દૂર કરીને સત્ય જ્ઞાન દ્વારા આત્માના સહજ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીર
૧૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org