________________
સંમિત ઉપદેશ ભૌતિક જીવન માટે છે જ્યારે પ્રભુ સંમિત વિશ્વની સમગ્ર માનવ સૃષ્ટિને કેન્દ્રમાં રાખીને નિરૂપણ થયો છે એટલે સમસ્ત માનવ સમૂહની કલ્યાણની ભાવનાથી ઉપદેશ સ્થાન પામ્યો છે. સાહિત્ય એ માનવનું હિત-કલ્યાણ માટે છે એટલે તેનો સંબંધ જીવન સાથે છે. ઉપદેશ દ્વારા સાહિત્ય અને જીવનનો સંબંધ પણ સ્પષ્ટ થાય છે. સાહિત્ય જીવનની સમીક્ષા છે. એ સૂત્ર પણ ચરિતાર્થ થવામાં ઉપદેશ તેનું લક્ષણ છે.
સમકાલીન સમાજ દર્શન આ સાહિત્યની વિશેષતા છે. રાજા, પ્રજા, સમાજના આચાર-વિચાર, રીતરિવાજ, શુકન-અપશુકન, જ્યોતિષ, વર-કન્યાની પસંદગી, લગ્ન, ધાર્મિક તહેવારો, ઉત્સવો, રાજકીય પરિસ્થિતિ વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે.
રસનિરૂપણ - જૈન સાહિત્યમાં ઉપશમરસ એટલે શાંત રસ કેન્દ્ર સ્થાને છે. કૃતિમાં વસ્તુને અનુરૂપ શ્રૃંગાર રસ, કરૂણારસ, વીરરસ, રૌદ્રરસનું નિરૂપણ થયું છે. રસનિરૂપણની લાક્ષણિકતા એ છે કે ભૌતિક શ્રૃંગારમાંથી આધ્યાત્મિક શૃંગાર પ્રતિ જીવાત્માનું પ્રયાણ થાય છે અને દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરે છે. એટલે વિવાહ શબ્દ દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક શ્રૃંગાર રસનો પરિચય થાય છે. વી૨૨સનો પર્યાયવાચી દયાવીર એટલે અહિંસા ધર્મનું પાલન. દાનવીર - જિનવાણીનું લોકોને જ્ઞાન-દાન કરવું. યુદ્ધવીર - કર્મોનો નાશ કરવો. ધર્મવીર - મોક્ષ પુરૂષાર્થની સાધના કરવી. એટલે વીરરસ માત્ર યુદ્ધ કે પરાક્રમ પૂરતો મર્યાદિત નથી રહેતો પણ માનવની શાશ્વત સુખની કલ્પનાની પ્રાપ્તિનું પ્રતીક બને છે.
જૈન સાહિત્યમાં ભક્તિરસ કે જેનો શાંતરસમાં સમાવેશ થયો છે તેનું પ્રમાણ વિશેષ છે. ભક્તિ માર્ગની કાવ્યરચના વિશેષ છે. વ્યને અંતે ફળશ્રુતિનો ઉલ્લેખ થાય છે. ભૌતિક જીવનમાં શાંતિ
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only