________________
આ રીતે મધ્યકાલીન સાહિત્ય કાવ્ય પ્રકારો અને કલાની દૃષ્ટિએ તેમજ સંખ્યાની દૃષ્ટિએ સમૃદ્ધ વારસો છે કે જેના દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોના વિચારોનું જનસાધારણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બને છે. આ સમયમાં મોટી સંખ્યામાં બાળાવબોધ દ્વારા ગદ્યનો પ્રયોગ થયો છે. | વિક્રમની ૮મી થી ૧૨મી સદી સુધીનો સમય અપભ્રંશ ભાષાનો છે. ત્યાર પહેલાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સમયમાં પણ સંસ્કૃત કૃતિઓ રચાઈ છે પણ જૂની ગુજરાતીમાં વધુ કૃતિઓ રચાઈ છે. કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આ ભાષાના પુરસ્કર્તા હતા. અપભ્રંશ ભાષા એ ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડે છે. વ્યાકરણ-કોશ અને ભાષા વિકાસ અંગેનું એમનું પ્રદાન મૂલ્યવાન છે.
ઈ.સ.ની ૧૨મી થી ૧૪મી સદીના અંત સુધીની ભાષા જૂની ગુજરાતી તરીકે ઓળખાય છે. લોકસાહિત્યમાં જે દુહા છે તેની ભાષા અપભ્રંશ છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ વ્યાકરણમાં દુહાનો ઉલ્લેખ કર્યો છે. આ દુહા ગુજરાતી ભાષાના વિકાસના પ્રતીક સમાન છે. આ ભાષાને જૂની પશ્ચિમી રાજસ્થાની અને ઉમાશંકર જોશી મારૂ ગૂર્જર નામથી ઓળખાવે છે. આ ભાષાના નમૂનારૂપ જૂનામાં જૂની કૃતિઓમાં સંદેશ રાસક અને ભરતેશ્વર બાહુબળી રાસ છે.
જૈન સાહિત્યનો પ્રારંભ પ્રાકૃતથી થયો છે. ત્યાર પછી સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં વિકાસ થયો છે. અર્વાચીન જૈન સાહિત્યનો સમય વીસમી સદીમાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ અને અંગ્રેજી શિક્ષણના પ્રચારથી સાહિત્યમાં નવીનતાનું દર્શન થાય છે. આ સાહિત્યનું માધ્યમ ગદ્ય છે. મોટા ભાગની કૃતિઓ ગદ્યમાં પ્રાપ્ત થાય છે. તેની સાથે કાવ્યનો પણ ઉપયોગ થયો છે. કેટલાક જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org