________________
ગ્રંથો સાહિત્ય અને જૈન પરંપરાના ઈતિહાસના આધારભૂત દસ્તાવેજ તરીકે ઉપયોગી સાધન ગણાય છે. આ ગ્રંથોમાં જીવનચરિત્ર ઉપરાંત સિદ્ધહસ્ત લેખકોના પૂ.શ્રીના સાહિત્યને કેન્દ્રમાં રાખીને લખાયેલા લેખોનો પણ સમાવેશ થાય છે. * જૈન સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયું
છે. શ્રુતજ્ઞાનના વારસારૂપી પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથોનું વિવેચન અને અનુવાદ થયો છે. તેના વિશે સંશોધન અને સંકલન થાય તો વિશેષ માહિતી મળે તેમ છે. ખાસ કરીને ભક્તામર સ્તોત્ર, રત્નાકર પચ્ચીશી, ઉત્તરાધ્યયન સૂત્ર, કલ્પસૂત્ર, બાર સા સૂત્ર, ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્રનો અનુવાદ પ્રાપ્ત થાય છે. તદુપરાંત યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશ પ્રાસાદનો અનુવાદવિવેચન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૂ.દીપરત્નસાગર દ્વારા “આગમદીપ' પુસ્તકથી ૪૫ આગમના અનુવાદથી સર્વસાધારણ જનતા જ્ઞાનસમૃદ્ધ ગ્રંથોનો આસ્વાદ કરીને જ્ઞાનમાર્ગમાં વધુ પ્રવૃત્ત થાય છે. જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને મહાનિબંધનું સર્જન કર્યું છે. આ સંશોધન કાર્ય અર્વાચીન સાહિત્યની એક નવી દિશાનો પરિચય કરાવે છે. અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો તેની સમૃદ્ધિ અને વિકાસનો સાચો પરિચય થાય. અત્રે નમૂનારૂપે માહિતી આપી છે. આ યાદીમાં વધારો થઈ શકે એમ છે. પણ લેખની મર્યાદાને વશ થઈને મિતાક્ષરી માહિતી આપી છે.
અર્વાચીન જૈન સાહિત્યની માહિતી પૂર્વ ભૂમિકારૂપે છે વિશેષ અધ્યયન, સંશોધન, જ્ઞાન અને ભક્તિની શ્રુત પરંપરાનો અદ્ભુત આસ્વાદ થઈ શકે છે.
જૈન સાહિત્યમાં સંશોધનની પ્રવૃત્તિનો સંક્ષિપ્ત પરિચય પ્રશંસનીય છે. Ph.D. ની પદવી માટે અભ્યાસ કરીને જૈન સાહિત્ય કેટલાક વિષયોનો ઊંડો અભ્યાસ થયો છે.
૧ ૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org