________________
વિકાસ ઊંડા અધ્યયનની એક નવી દિશા પ્રતિગતિ કરી રહી છે. યુનિ.માં જૈન સાહિત્યના અભ્યાસની સુવિધા જૈન એકેડેમી દ્વારા થઈ છે. મુંબઈ, સૌરાષ્ટ્ર અને એમ.એસ. યુનિ. વડોદરામાં જૈન સાહિત્યનો સર્ટિ. અને ડીપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જૈન સાહિત્યના અભ્યાસની સુવિધા પ્રાપ્ત થાય છે. રાજસ્થાનમાં જૈન વિશ્વભારતી યુનિ. દ્વારા પત્રાચારથી જૈન દર્શનના અભ્યાસની નમૂનેદાર સુવિધા થઈ છે. તેના દ્વારા જૈનો અભ્યાસ કરીને સંશોધન પ્રવૃત્તિમાં પણ જોડાયા છે.
વિશેષમાં મુંબઈ યુનિ.માં ડૉ. રમણભાઈ સી. શાહ, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. કલાબહેન શાહ, ડૉ. અભયકુમાર દોશી જેવા વિદ્વાનોની સેવાથી સંશોધન કાર્ય ચાલે છે.
જૈન સાહિત્ય હસ્તપ્રતોમાં વિશેષ પ્રાપ્ત થાય છે. સંશોધન પ્રવૃત્તિમાં અપ્રગટ હસ્તપ્રતોનું મહાનિબંધ દ્વારા સંશોધન થયા પછી કેટલાક મહાનિબંધો પુસ્તક રૂપે પ્રગટ થયા છે. સાધુ - ભગવંતો દ્વારા હસ્તપ્રતોનું સંશોધન કાર્ય પણ ચાલે છે.
જૈન સામાયિકો દ્વારા પ્રગટ પુસ્તકોને મિતાક્ષરી નોંધ પ્રગટ કરવામાં આવે છે. આ નોંધને આધારે સાહિત્ય વિકાસની ઝાંખી થાય છે. કલ્યાણ, શાંતિસૌરભ, પ્રબુદ્ધ જીવન જેવાં સામાયિકોથી જૈન સાહિત્યની અર્વાચીન સ્થિતિનો પરિચય થાય છે. જૈન સાહિત્ય સમારોહ-જ્ઞાનસભર યોજનાથી વિદ્વાનોને અવનવા વિષયોના નિબંધ કરવાની પ્રેરણા કરવામાં આવે છે. જ્ઞાનસત્રને અંતે પસંદગીના નિબંધો પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. જ્ઞાનસત્રની પ્રવૃત્તિ એ પણ અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org