________________
ઉચિત બેસશે. પરદેશના સંપર્કથી પર્યુષણની આરાધના અને પ્રવાસથી પણ જૈન ધર્મના પ્રચારનું કાર્ય થયું છે. જૈન એકેડેમી મુંબઈ - વડોદરા – રાજકોટની યુનિ.માં જૈન ધર્મનો અભ્યાસ ચાલે છે અને બે રીતે અર્વાચીન કાળમાં સમયના પ્રવાહને અનુસરીને આ કાર્યમાં વિકાસ થયો છે.
ડૉ. કુમારપાળ દેસાઈ, પંડિત ધીરજલાલ મહેતા આ પ્રવૃત્તિમાં સક્રિય છે.
અર્વાચીન સાહિત્યનો મિતાક્ષરી પરિચય લખ્યો છે. આ પરિચય વધુ અભ્યાસ માટે દિશાસૂચનરૂપે ઉપયોગી થાય તેમ છે. જે સૂચિમાં નામોલ્લેખ છે તે ઉપરાંત પણ બીજા સર્જકો છે. લેખની મર્યાદાને કારણે અન્ય નામોનો ઉલ્લેખ કર્યો નથી.
જૈન સાહિત્ય આગમ-પ્રાચીન-મધ્યકાલીન પરિચય પ્રથમ દિવસે અભ્યાસની ભૂમિકા પૂરી પાડે તેમ છે. જિજ્ઞાસુ અભ્યાસીઓ વિશેષ અભ્યાસ માટે જ્ઞાન પ્રાપ્તિનો પુરૂષાર્થ કરે તો તે એમના જીવનનું પુણ્યકાર્ય-મહાન સુકૃત લેખાશે.
અર્વાચીન જૈન સાહિત્યનો વિકાસ વ્યાખ્યાન, શિબિર, જાહેર પ્રવચન જેવા પ્રસંગોથી થયો છે તેમાં અનુવાદ-વિવેચન-સંપાદન જેવી સાહિત્ય પ્રવૃત્તિનો પણ સંદર્ભ નોંધપાત્ર છે. બાળ સાહિત્યનો પણ આ સમયમાં વિકાસ થયો છે. જેથી નાનાં બાળકો પણ જૈન દર્શનના વિચારો ચરિત્રો દ્વારા ગ્રહણ કરવા માટે સમર્થ બન્યા છે. મુદ્રણ કળાના વિકાસથી અવનવાં પુસ્તકો પ્રગટ થયાં છે. ગુજરાતી ભાષા ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. અંગ્રેજી માધ્યમનો પ્રચાર આ કાળમાં વધુ થયો છે ત્યારે જૈન સમાજમાં ધર્મના સંસ્કારોનું બીજારોપણ અને વૃદ્ધિ માટે અંગ્રેજીમાં રચાયેલી કૃતિઓ ઉપયોગી નીવડી છે. જૈન સાહિત્યમાં સંશોધનની પ્રવૃત્તિનો
શાનતીર્થની યાત્રા
૧૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org