________________
આત્મા તરફ આગમ કરાવે તે આગમ છે.
આગમ સાહિત્ય મથુરાપુરમાં (સંવત ૮૩૦ થી ૮૪૦ પ્રાચીનમાં) આચાર્ય સ્કંદિલાચાર્ય વાચના આપીને આગમ ગ્રંથસ્થ કરવાની યોજના કરી હતી. વલ્લભીપુરમાં નાગાર્જુનસૂરિજીએ આગમ વાચના દ્વારા ગ્રંથસ્થ કરવાની યોજના કરી હતી. વલ્લભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને મથુરામાં કાલકાચાર્યએ વાચન પૂર્ણ કરી.
આચાર્ય આર્યરક્ષિતસૂરિજીએ આગમ સાહિત્યનાં ચાર વિભાગ દર્શાવ્યા છે.
(૧) દ્રવ્યાનુયોગ : બારમું અંગ - વિચ્છેદ થયું છે.
(૨) ચરણ કરણાનુયોગ : ૧૧મું અંગ - છેદસૂત્ર મહાકલ્પ ઉપાંગ અને મૂળસૂત્ર.
(૩) ગણિતાનુયોગ : સૂર્ય પ્રજ્ઞપ્તિ - ચંદ્ર પ્રજ્ઞપ્તિ. (૪) ધર્મકથાનુયોગ : ઋષિભાષિત - ઉત્તરાધ્યયન.
આગમની માહિતીઃ ૧૧ અંગ સૂત્ર (મૂળ સૂત્ર), ૧૨ ઉપાંગસૂત્ર (મૂળ સૂત્રને આધારે રચના), ૧૦ પયજ્ઞાસૂત્ર (પ્રકીર્ણક વિષય), ૬ છેદસૂત્ર (સંયમ જીવનમાં લાગેલા અતિચાર-દોષોના પ્રાયશ્ચિતની માહિતી), ૪. મૂળ સૂત્ર - ૧. નંદીસૂત્ર, ૧ અનુયોગ દ્વાર. એમ ૪૫ આગમ છે. તેની રચના ગણધર ભગવંતોએ કરી છે. આગમ ગ્રંથો જૈન સાહિત્યનો અભૂતપૂર્વ જ્ઞાન વારસો છે. વર્તમાનમાં વિવિધ પ્રકારનું જૈન સાહિત્ય છે તેના પાયામાં આગમના વિષયોનું મૂલ્ય છે. Agam is the sacred literature of Jainism. આગમ ગ્રંથોની ભાષા આર્ષ પ્રાકૃત છે. તેમાં ગદ્યનો પણ અવાર-નવાર પ્રયોગ થાય છે. શ્લોક અને ગાથા (પ્રાકૃત છેદોનો પ્રયોગ થયો છે.
આગમ સાહિત્યને આધારે નિર્યુક્તિ-ચૂર્ણિ અને ભાષ્ય પ્રકારના સાહિત્યની રચના થઈ છે.
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org