________________
સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને
યશસ્વી માંગલિક મુહૂર્તદાતા 'પૂ.આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ
પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદપાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, અરવિંદકુમાર, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યા. પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને તેમણે ખાનગીમાં દીક્ષા લીધી અને સ્વ-પર કલ્યાણ તેમજ સ્વાધ્યાયરત સાધનામય જીવનનો આરંભ કર્યો.
તેઓશ્રીની વ્યવહાર-કુશળતા અને સામા માણસને પરખવાની તથા સાચવવાની શક્તિ પ્રશંસનીય હતી. અનેક સંઘોમાં તેમણે આંતરિક ઝઘડાઓનું શમન કરાવી સુલેહનું વાતાવરણ રચ્યું હતું. સાધુ-સાધ્વીજી ભગવંતોના અંતરંગ વર્તુળમાં પણ તેઓ પ્રેમભર્યું સ્થાન પામ્યા હતા. તેમના આવા વિશિષ્ટ ગુણોથી પ્રભાવિત થઈ
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org