Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જું ] સેલંકી રાજ્યને અસ્પૃદય
[ ર૯હતો.૪૧ મૂલરાજે ખેટકમંડલ લેતાં બારપે એ પાછું લેવા પ્રયત્ન કર્યા હશે ને એમાં નિષ્ફળ જતાં દખણના એ મંડલેશ્વર-કુલની સત્તા લાટમંડલમાં સીમિત રહી હશે.૪૨ સપાદલક્ષનો રાજા એટલે શાંકભરી(સાંભર, અજમેર પાસે)ને ચાહમાન રાજા વિગ્રહરાજ ૨ જે.૪૩ એણે ગુજરાત પર આક્રમણ કરતાં મુલરાજને શરૂઆતમાં કંથાદુગમાં ભરાઈ જવું પડેલું, પણ છેવટે મૂલરાજે એની સાથે સમાધાન કરી મૈત્રી સાધી લાગે છે. “હમીરમહાકાવ્ય (લગભગ ઈ. સ. ૧૪૨૪)માં વિગ્રહરાજે મૂલરાજને યુદ્ધમાં હણને ગુજર દેશને જર્જરિત કરી દીધાનો ઉલ્લેખ છે.૪૪ એમાં ત્યાંના અનુકાલીન કવિની સ્પષ્ટ અત્યુક્તિ લાગે છે. ૪૫ અથવા વિગ્રહરાજે અવંતિના ગુજરરાજને યુદ્ધમાં માર્યો હોય ને પછીના લેખકને ગુર્જરરાજ એટલે ગુજરાતનો. મૂલરાજ એવી ગેરસમજ થઈ હોય. સમગ્ર રાજ્યવિસ્તાર
આમ મૂલરાજ અણહિલપાટકની આસપાસ આવેલા સારસ્વતમંડલ પર તેમજ જોધપુર-સાંચેરની આસપાસ આવેલા સત્યપુરમંડલ પર રાજ્ય કરતો એ નિર્વિવાદ, છે. આસપાસના પ્રદેશોમાં એણે પ્રાયઃ લાટેશ્વરનો કોપ વહોરીને ખેટકમંડલ પર પિતાની સત્તા પ્રસારી તેમજ કચ્છ અને આબુનાં રાજ્ય પર પોતાનું આધિપત્ય પ્રવર્તાવી “મહારાજાધિરાજ' પદ પ્રાપ્ત કર્યું. સૌરાષ્ટ્રના ચૂડાસમા રાજ્ય સાથે એને સબંધ નકકી કરે મુશ્કેલ છે. શાકંભરીને ચાહમાન રાજા પાસે મૂલરાજને કઈ નમતું જોખવું પડ્યું લાગે છે. ઇતર પ્રવૃત્તિઓ
મૂલરાજે કરને દર હળવો કરી પ્રજાની પ્રીતિ પ્રાપ્ત કરી.૪૬ એ પરમ માહેશ્વર હતો.૪૭ મંડલી ગામમાં એણે મૂલનાથ-મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું.૮ અણહિલવાડમાં પણ સોમેશ્વરનો ત્રિપુરુષપ્રસાદ કરાવ્યો ને કાંડી તપસ્વીના શિષ્ય વયજલદેવને એનો ચિંતાયક નીમ્યો.૪૯ શ્રીસ્થલ(સિદ્ધપુર)ના રુદ્રમહાદેવને એ પરમ ભક્ત હતો. અણહિલવાડમાં એણે મૂલરાજ–વસહિકા નામે જૈન ચિત્ય અને મુંજાલદેવસ્વામીનો પ્રાસાદ પણ બંધાવ્યાં.૫૧ મૂલરાજ દાનવીર હતો. નગર(વડનગર)ના દેવજ્ઞ ઊયાભટ્ટના પુત્ર માધવ, લાલ અને ભાભને મૂલરાજે વાપીકૃપાદિ પૂર્તકાર્યોની દેખરેખ રાખવાનું સોંપ્યું.૫૨ મૂલરાજે ઉત્તર ભારતવર્ષમાંથી બ્રાહ્મણને તેડાવી પિતાના રાજ્યમાં વસાવેલા ને તેઓને સિદ્ધપુર, સિહોર વગેરે ગામે દાનમાં આપેલાં એવી દંતકથા છે,પ૩ પરંતુ એની વિગત અતિહાસિક હોવાનું ભાગ્યે જ સંભવે છે.પ૪ નગરના બ્રાહ્મણ સોલશર્માને મૂલરાજે રાજપુરોહિત ની.૫૫ જમ્બક અને જેહુલ ઉપરાંત ચાવડા વંશના વખતન વીર મહત્તમ મૂલરાજ