Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ર૮૩ ગ્રંથનું પણ એમણે સંશોધન કર્યું હતું. દ્રોણાચાર્યનું પ્રતિક્ષેત્ર અણહિલવાડ હતું.
દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા. અણહિલવાડના રાજા ભીમદેવ ૧ લાના તેઓ મામા થતા હતા. ૨૮
અભયદેવસૂરિ અભયદેવસૂરિ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. આ. જિનેશ્વરસૂરિએ ધારાનગરીમાં ત્યાંના શેઠ ધનદેવના પુત્ર અભયકુમારને દીક્ષા આપી “અભયદેવ મુનિ’ નામથી પિતાને શિષ્ય બનાવ્યો. યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી અભયદેવ મુનિને આચાર્યપદ પ્રદાન કરી “અભયદેવસૂરિ” નામથી જાહેર કર્યા.
આ. અભયદેવસૂરિએ નવ અંગ-આગમો પર ટીકાઓ રચી અને નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી. આ અંગ–આગમોમાં એમણે ઠેર ઠેર વર્ણકસંદર્ભોને નિર્દેશ કર્યો છે આથી સર્વ પ્રથમ એમણે ઔપપાતિક-ઉપાંગસૂત્રની વૃત્તિ રચી, જેથી વારંવાર આવતાં નિર્દિષ્ટ વણેકસ્થાનમાં એકવાક્યતા જળવાઈ રહે. અભયદેવસૂરિએ પિતાની આ વૃત્તિઓમાં ખૂબ એકાગ્રચિત્ત બની એ કાલમાં પ્રાપ્ત અનેકાનેક પ્રાચીન–પ્રાચીનતમ સૂત્ર-પ્રતિઓને એકઠી કરી અંગસૂત્રોના પાઠ વ્યવસ્થિત કરવાનું મહાન કાર્ય કર્યું, આથી એમની વૃત્તિઓમાં પાઠભેદ તેમજ વાચનતર વગેરેને પુષ્કળ સંગ્રહ થયેલ છે. આ કાર્યમાં એમના અનેક વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યએ એમને સહાયતા આપી હતી, જેમનાં નામો ઉલ્લેખ એમણે પોતાની ગ્રંયાંત-પ્રશસ્તિઓમાં કર્યો છે.
આ. અભયદેવસૂરિની આ વૃત્તિઓનું સંશોધન તેમજ પરિવર્ધન ચિત્યવાસી મૃતધર દ્રોણાચાર્યું કર્યું હતું. દ્રોણાચાર્યને અભયદેવસૂરિ પ્રત્યે ભારે સદ્દભાવ હતા. જયારે દ્રોણાચાર્ય પિતાના પક્ષના ચૈત્યવાસી સાધુઓને આગમવાચના આપતા ત્યારે અભયદેવસૂરિ પણ એ વાચનામાં જતા. એ સમયે સ્વયં દ્રોણાચાર્ય ઊભા થઈને એમને સામે લેવા જતા અને એમનું આસન પિતાની પાસે જ નંખાવતા.૨૯ આ આદરભર્યા વ્યવહાર સામે શિષ્યો રેષે ભરાઈને બબડતા કે આ વળી આજકાલને અભયદેવ અમારા કરતાં શું મોટો થઈ ગયો છે?૩૦ એ સમયે દ્રોણાચાર્ય અભયદેવના ગુણનું પ્રદર્શન કરાવી એમને શાંત પાડતા અને અભયદેવસૂરિની તમામ વૃત્તિઓ જોઈ તપાસી આપવાનું પણ એમની સમક્ષ વચન આપતા.
આ. અભયદેવસૂરિએ ૧. જ્ઞાતાધર્મકથા-વૃત્તિ, સં. ૧૧૨૦(ઈ. સ૧૦૬૪) માં, ૨. સ્થાનાંગ-વૃત્તિ, એ જ વર્ષમાં, ૩. સમવાયાંગ-વૃત્તિ, એ જ વર્ષમાં, ૪. ભગવતી-વૃતિ, સં. ૧૧૨૮(ઈ. સ. ૧૦૭૨)માં, ૫. ઉપાસકદશા-ત્તિ, ૬. અંત